આધાર કાર્ડ સુધારો કરો: હવે મફતમાં નામ, સરનામું બધું જ બદલો

આધાર કાર્ડ સુધારો 2023 : નવી અપડેટ

આધાર કાર્ડમાં સુધારા વધારા માટે UIDAI દ્વારા 2023 માં નવી અપડેટ આપી છે. વર્ષ 2023 માં આધાર કાર્ડ સુધારા માટેની તમાં અપડેટ જાણી લઈએ .

[eac_elementor_tmpl id="6300"]

1) હવે UIDAI દ્વારા આધાર કાર્ડમાં 10 વર્ષે એકવાર અપડેટ કરવા ભલામણ કરી છે.

2) હવે દરેક નાગરિકો માટે નિશ્ચિત મર્યાદા સુધી આધાર કાર્ડમાં મફત સુધારો કરવાની સુવિધા ઉપલબ્ધ કરી છે.

UIDAI દ્વારા કરવામાં આવેલી આ બન્ને અપડેટ વિષે નીચે વિસ્તૃતમાં જણાવ્યું છે.

10 વર્ષે એકવાર આધાર કાર્ડ સુધારો :

આધાર કાર્ડનો ઉપયોગ બધી જગ્યાએ થતો હોય છે. બીજા કોઈ પુરાવા ન હોય તો ચાલે પણ આધારકાર્ડ તો જોઈએ જ. ક્યાંય પણ પુરાવો આપવાનો હોય એટલે ખિસ્સામાંથી આધારકાર્ડ જ નીકળે. આધાર કાર્ડમાં આપણો તમામ ડેટા રહેલો હોય છે, આ ડેટાને તમે બેંકમાં, સરકારી યોજનામાં અને અન્ય જગ્યાએ આપો છો તો આ ડેટાની સચોટતા સુનિશ્ચિત કરવા માટે UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ 10 વર્ષ જૂના આધાર કાર્ડમાં સુધારો કરવાની ભલામણ કરી છે.

UIDAI દ્વારા ભલામણ કરાઈ:

UIDAI(યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ આધારકાર્ડ ધરાવતા તમામ નાગરિકોને ભલામણ કરી છે કે આધારકાર્ડમાં નોંધણી કરવાની તારીખથી ઓછામાં ઓછા 10 વર્ષમાં એકવાર જરૂરી દસ્તાવેજો આપીને અપડેટ કરાવવું જરૂરી છે. જોકે આ ફરજિયાત નથી પરંતુ UIDAI દ્વારા આધારકાર્ડના ડેટાને સુનિશ્ચિત કરવા દરેક વ્યક્તિને ભલામણ કરવામાં આવી છે.

હવે મફતમાં આધાર કાર્ડ સુધારો:

adhar-card-update

હવે યુઆઇડીએઆઇ દ્વારા આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટેની જાહેરાત કરી છે. હવે દરેક નાગરિક પોતાના આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખના સહિતના કોઈપણ ફેરફાર મફતમાં કરાવી શકશે. જોકે આ માટે UIDAI દ્વારા સમય મર્યાદા નક્કી કરી શકે જે મુજબ કોઈપણ નાગરિક 30 ડિસેમ્બર 2023 સુધી મફત સુધારા વધારા કરી શકશે.

ફ્રીમાં સુધારો કરવા mAadhaar એપ્લિકેશન:

UIDAI એ આધારકાર્ડમાં કોઈપણ સુધારા વધારા જેવા કે નામ, સરનામું, જન્મ તારીખ વગેરે ફેરવવા છે. તો 30 ડિસેમ્બર 2023 સુધી મફતમાં સુધારા થઈ શકશે. આ માટે UIDAI દ્વારા mAadhaar નામની એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશનના માધ્યમથી આધારકાર્ડમાં નામ, જન્મ તારીખ, સરનામું કોઈપણ ચાર્જ વિના બદલાવી શકશે. આ ઉપરાંત my Aadhaarની વેબસાઈટ પણ ઉપલબ્ધ છે ત્યાં જઈને પણ તમે મફતમાં સુધારો કરી શકશો.

(જો તમે આધાર સેવા કેન્દ્ર, સાયબર કેન્દ્રો, cvc કેન્દ્રોમાં જઈને અપડેટ કરાવશો તો 50 રૂપિયા ચૂકવવા પડશે. આ સુવિધા માત્ર mAadhaarની એપ્લિકેશન કે my aadhaarની વેબસાઈટ દ્વારા જ તમે મફતમાં સુધારો કરાવી શકશો)

ઓનલાઈન આધાર કાર્ડ સુધારો:

● સૌપ્રથમ mAadhaar એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનમાં Login બટન દેખાશે, જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

● ત્યારબાદ તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખી Submit OTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

● તમારા આધાર સાથે લિંક મોબાઈલ નંબર ઉપર OTP આવશે તે OTP નાખીને Login બટન ઉપર ક્લિક કરો.

● હવે Services નામનું મેનુ દેખાશે જેમાં ઘણા બધા વિકલ્પ હશે, એમાં તમારે Name/ Gender/ Date Of Birth/ Address Update વિકલ્પમાં ક્લિક કરવાનું રહેશે.

● હવે Update Aadhaar Online વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ Proceed to Update Aadhaar પર ક્લિક કરો.

● હવે તમારે નામ, જન્મતારીખ કે સરનામું જે પણ બદલવું હોય તેના ઉપર ક્લિક કરી નીચે Proceed to Update Aadhaar આધાર બટન પર ક્લિક કરો.

● હવે તમારું નામ, એડ્રેસ કે જન્મ તારીખ જે પણ બદલવું હોય તે મુજબનું તમારે નવું નામ, એડ્રેસ કે જન્મતારીખ એન્ટર કરો.

● ત્યારબાદ તમે જે નવું નામ, એડ્રેસ કે જન્મ તારીખ લખી છે તેનો પુરાવો તમારે અપલોડ કરવાનો રહેશે. જે માટે Manual Upload વિકલ્પ ઉપર ક્લિક કરીને તમે દર્શાવેલો પુરાવો પસંદ કરવાનો રહેશે.

● હવે આ પસંદ કરેલો પુરાવો View Details & Upload Document માં અપલોડ કરવાનો રહેશે.

● હવે Next બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ ₹50 ભરવા માટે પેમેન્ટ ઓપ્શન ખુલશે. (જોકે 30 ડિસેમ્બર સુધી પેમેન્ટ નો ઓપ્શન જોવા મળશે નહીં )

> એટલે કે મફતમાં તમારું આધારકાર્ડ અપડેટ થઈ ગયું. બસ હવે 7 થી 8 દિવસમાં તમારું આધારકાર્ડ અપડેટ થઈ જશે અને નવું ડિજિટલ આધારકાર્ડ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો.

Leave a Comment