ખેડૂતોને જામફળ, આંબા, કેળાની ખેતી કરવા સહાય | ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ખેડૂતો માટે મોટી જાહેરાત: 45 કરોડ જોગવાઈ

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જે ખેડૂતો ફળ પાકોની ખેતી કરતા હોય અથવા કરવા માંગે છે તેમના માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરીશું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંબા જામફળ કેળાના પાકના વાવેતર માટે સહાય આપવાની જાહેરાત કરી છે જે માટે રાજ્ય સરકારે 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

[eac_elementor_tmpl id="6300"]

શા માટે જાહેરાત કરી ?

ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં અમુક સિઝન મુજબ નક્કી કરેલા પાકનું દર વર્ષે પુનરાવર્તન કરે છે દર વર્ષે ખેતરમાં સિઝન પ્રમાણે એક સરખો પાક લેતા હોય છે જેનાથી ભવિષ્યમાં જમીન પાકની ગુણવત્તા અને દરમાં ઘટાડો થવાનો ભય રહે છે. ત્યારે રાજ્ય સરકારે ક્રોપ ડાઈવર્સીફિકેશન અને ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી ખેતી કરવા ખેડૂતોને પ્રેરિત કરવા છે જેને લઈ ખેડૂતો ખેતી પાકોના સાથે સાથે ઘનિષ્ઠ પદ્ધતિ અને ટીસ્યુ કલ્ચર પદ્ધતિથી બાગાયતી પાકો પણ કરતા થાય તે હેતુથી બાગાયતી ફળ પાકો વાવતા ખેડૂતોને સહાય આપવા મહત્વનો નિર્ણય કર્યો છે.

ખેડૂતોને કેટલી સહાય મળશે ?

આ જાહેરાત મુજબ ઘનિષ્ઠ પદ્ધતિથી આંબાના વાવેતર માટે પ્રતિ કલમ સહાય મળશે. ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી કેળાના વાવેતર માટે પ્રતિ રોપા તરીકે સહાય મળશે. જોકે જામફળ માટે બન્ને પદ્ધતિ અમલમાં છે. જેમાં કલમ અને રોપા બંનેમાં સહાય મળશે.

આંબા માટે સહાય: ઘનિષ્ઠ પદ્ધતિથી આંબાનું વાવેતર કર્યું હોય તો જેટલી કલમ લગાવી છે તે પ્રત્યેક કલમ દીઠ 100 રૂપિયાની સહાય મળશે. જો તમે એક કલમ દીઠ 100 થી વધુ રૂપિયા ખર્ચા હોય તો તમને એક કલમ દીઠ 100 રૂપિયા જ મળશે. પરંતુ જો તમે એક કલમ દીઠ 100 રૂપિયાથી ઓછા રૂપિયા ખર્ચ્યા હોય તો જેટલા રૂપિયા ખર્ચ્યા છે તેટલી સહાય તમને મળશે. આમ પ્રતિ હેક્ટર તમને વધુમાં વધુ 40,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે.

કેળા માટે સહાય: ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી કેળાનું વાવેતર કર્યું હોય તો જેટલા રોપા લગાવ્યા હોય તે પ્રત્યેક રોપા દીઠ 5 રૂપિયાની સહાય મળશે.  આમ પ્રતિ હેક્ટર તમને વધુમાં વધુ 15,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે.

જામફળ માટે સહાય: ઘનિષ્ઠ પદ્ધતિથી કે ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી જામફળનું વાવેતર કર્યું હોય તો જેટલી કલમ કે રોપા લગાવ્યા હોય તે પ્રત્યેક કલમ/રોપા દીઠ 80 રૂપિયાની સહાય મળશે. જો તમે એક કલમ કે રોપા દીઠ 80 થી વધુ રૂપિયા ખર્ચા હોય તો તમને એક કલમ/રોપા દીઠ 80 રૂપિયા જ મળશે. પરંતુ જો તમે એક કલમ દીઠ 80 રૂપિયાથી ઓછા રૂપિયા ખર્ચ્યા હોય તો જેટલા રૂપિયા ખર્ચ્યા છે તેટલી સહાય તમને મળશે. આમ પ્રતિ હેક્ટર તમને વધુમાં વધુ 44,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે.

રાજ્ય સરકારનો લક્ષ્યાંક:

બાગાયતી-ખેતી-સહાય

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આ યોજના થકી ગુજરાતમાં આંબા પાકનો વાવેતર વિસ્તાર 2500 હેકટર, જામફળ પાકનો વાવેતર વિસ્તાર 2000 હેકટર તથા કેળ પાકનો વાવેતર વિસ્તાર 15,000 હેક્ટર વિસ્તાર મળી રાજ્યમાં બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર કુલ 19,000 હેકટર જેટલો વધારવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ લક્ષ્‍યાંકને પહોંચી વળવા બાગાયત ખાતાની નવી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંપૂર્ણપણે પારદર્શિતાના અભિગમ સાથે ફળ પાક ઉત્પાદકતા વધારવા માટેના આ કાર્યક્રમ અંતર્ગત મળવાપાત્ર સહાય DBTના માધ્યમથી સીધા જ ખેડૂતોના ખાતામાં ચૂકવવામાં આવશે.

સહાયનો લાભ લેવા ફોર્મ ક્યાં ભરવું ?

આ યોજનામાં સહાયનો લાભ લેવા માટે i-khedut પોર્ટલ ઉપર બાગાયત વિભાગમાં જાહેરાત મુકવામાં આવી છે. જે માટે,

– સૌથી પહેલા આઈ ખેડૂતની વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જાઓ. 

– ત્યારબાદ ઉપર મેનુબારમાં “યોજનાઓ” લખેલું હશે તે વિકલ્પ ઉપર ક્લિક કરો.

– હવે તેમાં બાગાયતી ખાતાની યોજના લખેલો વિકલ્પ હશે તેમાં ક્લિક કરો.

– તેમાં ફળ પાકોના વાવેતરમાં આ યોજના જોવા મળશે. જેમાં જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ યોજની છેલ્લી તારીખ કઈ છે ?

આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના 18/07/2023 ના રોજ મુકવામાં આવી છે અને છેલ્લી તારીખ 17/08/2023 રાખવામાં આવી છે. જોકે કેળાના પાક માટે તારીખ લંબાવીને 3/10/2023 કરવામાં આવી છે. આ યોજનામાં આજીવન એક જ વખત સહાય મળવા પાત્ર રહેશે.

Leave a Comment