ખેડૂતો માટે રાહત: માવઠાને લઈને કૃષિમંત્રી એકશનમાં, તાત્કાલિક આદેશ કર્યો

રાજ્યમાં માવઠાના પગલે ઘણાં વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી છે. આ મામલે સરકાર દ્વારા પણ પાક નુકસાનીની સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

[eac_elementor_tmpl id="6300"]

જો કે આ મામલે સૌથી પહેલા સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઈને સરકારે અધિકારીઓને એક મોટો આદેશ આપ્યો છે. જેમાં કૃષિમંત્રીએ અધિકારીઓને આ સરવેની કામગીરીને ટૂંકસમયમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલે કૃષિમંત્રી દ્વારા સરવેનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. તમામ જીલ્લાનાં કલેક્ટરોને સરવે માટે ટીમો બનાવી ઝડપી કામગીરી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ એક સપ્તાહમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્ર સમક્ષ મૂકાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાનાં ધોરણે સરવે કરવા આદેશ કર્યો હતો. કમોસમી વરસાદથી થયેલા નુકશાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ કર્યો હતો. જેમાં તમામ જીલ્લા કલેક્ટર આ સરવે માટે ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરે તેવો આદેશ કૃષિમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે જિલ્લાવાર આજથી સરવેની કામગીરી શરૂ કરવામાં આવશે. 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય મળવા પાત્ર થશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, 2 દિવસમાં 236 તાલુકામાં વરસાદ થયો છે. 112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. 34 તાલુકામાં 2 ઇંચથી વધુ નોંધાયો જ્યારે 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે અને છેલ્લી વીણમાં નુકસાન સામે આવ્યું છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. આ મામલે કૃષિમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, 2 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર છે તેમજ 86 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. કપાસ,તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છે. દિવેલાના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ હતી. કપાસ, એરંડા અને તુવેરમાં 20 થી 25 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. મોટા ભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. ત્રણ થી ચાર લાખ હેકટરમાં નુકશાન થયું છે.

આ મામલે સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે રાજ્યમાં પડેલ કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનીનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે. રવિ સીઝનનીં શરૂઆતમાં નુકસાનની માત્રા ખૂબ જ ઓછી છે. તેમજ રવિ સીઝનમાં જે ખેડૂતો દ્વારા વહેલું વાવેતર કર્યું છે ત્યાં નુકસાનની સંભાવનાઓ છે.

Leave a Comment