ખેડૂતોને ડ્રેગન ફ્રુટ માટે ૩ લાખ રૂપિયાની સહાય | કેવી રીતે લાભ મળશે?

નમસ્કાર મિત્રો, ગુજરાતના ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરતા થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા ડ્રેગન ફ્રુટ (કમલમ ફળ) માટે સહાય યોજના પણ શરૂ કરી છે. ડ્રેગન ફુટને ગુજરાત સરકાર દ્વારા કમલમ ફળ નામ પણ અપાયું છે. આમ તો મોટે ભાગે ડ્રેગન ફ્રુટની ખેતી મલેશિયા જેવા દેશોમાં થાય છે. પરંતુ હવે ભારતમાં પણ મોટાભાગના ખેડૂતો ડ્રેગન ફુટની ખેતી કરતા થયા છે અને ધીમે ધીમે ગુજરાતના ખેડૂતો પણ ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળ્યા છે.

[eac_elementor_tmpl id="6300"]

ડ્રેગન ફ્રુટ ની મુખ્યત્વે ત્રણ પ્રકારની જાતો છે:

1) વ્હાઇટ ડ્રેગન ફ્રુટ:- આ ડ્રેગન ફ્રુટ બહારથી ગુલાબી રંગ પરંતુ અંદરથી વ્હાઇટ રંગના હોય છે. વ્હાઇટ ડ્રેગન ફ્રુટના રોપા સરળતાથી મળી જાય છે અને તેના ફળ પણ વધારે માત્રામાં આવે છે. વ્હાઇટ ડ્રેગન ફ્રુટ બીજા ડ્રેગન ફ્રુટ કરતાં સસ્તા હોય છે.

2) પિંક ડ્રેગન ફ્રુટ:- આ ડ્રેગન ફ્રુટ બહારથી પણ ગુલાબી રંગના અને અંદરથી પણ ગુલાબી રંગના હોય છે. આ ડ્રેગન ફ્રુટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઉપરાંત વ્હાઇટ ડ્રેગન ફ્રુટ કરતા પિંક ડ્રેગન ફ્રુટના ભાવ વધુ હોય છે.

3) યલો ડ્રેગન ફ્રુટ:- આ ડ્રેગન ફ્રુટ બહારથી પીળા રંગના હોય અને અંદરથી સફેદ રંગના હોય છે. પરંતુ આ ડ્રેગન ફ્રુટની ખેતી ખૂબ જ ઓછા પ્રમાણમાં થતી હોવાથી આ ડ્રેગન ફ્રુટ સૌથી મોંઘા હોય છે.

ડ્રેગન ફુટ ની ખેતી કેવી રીતે કરવી?

ડ્રેગન ફ્રુટ /કમલમ ફળની ખેતી કરવા માટે સિમેન્ટના અથવા લાકડાના પોલ લગાવવાની જરૂર પડે છે અને આ પોલ વચ્ચે ખાસ અંતર જાળવવું પણ ખૂબ જરૂરી હોય છે. આ પોલનું મુખ્ય કાર્ય ડ્રેગન ફ્રુટના છોડને ટેકો આપવાનું હોય છે.

તો દરેક પોલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?
1) બે ધારીયા (હરોળ) વચ્ચેનું અંતર- 12 ફૂટ
2) બે પોલ વચ્ચેનું અંતર- 8 ફૂટ
એટલે કે 12 * 8 ફુટ અંતર રાખવું જોઈએ.

સિમેન્ટ/લાકડાના આ પોલની લંબાઈ 7 ફૂટ જેટલી હોવી જોઈએ. 7 ફૂટના આ પોલને જમીનમાં ખાડો ગાળીને 2 ફૂટ જેટલો દાટવાનો રહેશે અને બાકીનો 5 ફૂટ જેટલો પોલ બહાર રાખવો જોઈએ. દરેક પોલમાં લગભગ 4 રોપા રોપી શકાય.

ડ્રેગન ફ્રુટ ના રોપા ક્યાંથી લાવશો ?

ડ્રેગન ફ્રુટ (કમલમ ફળ)ની ખેતી બીજ દ્વારા અને રોપા દ્વારા એમ બંને રીતે કરી શકાય. પરંતુ બીજ વાવીને ખેતી કરશો તો 5થી 6 વર્ષ જેટલો સમય લાગી જશે. જે માટે ખેડૂત મિત્રોએ ખૂબ લાંબી રાહ જોવી પડે છે. ત્યારે તૈયાર રોપા લાવીને ખેતી કરશો તો માત્ર 8થી 9 મહિનામાં ફળ આવવાના શરૂ થઈ જશે.

ખેડૂત મિત્રોને જણાવવાનું કે રોપા લાવવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. ગુજરાતમાં જ તમને ડ્રેગન ફ્રુટના રોપા મળી જશે. હાલ ગુજરાતમાં પણ ડ્રેગન ફુટની ખેતીમાં વધારો થઈ રહ્યો છે. સરકાર પણ ખેડૂતોને મદદ કરી રહી છે. તેથી ગુજરાતમાં સરળતાથી ડ્રેગન ફ્રુટના રોપા મળી જશે.

ગુજરાતમાં ડ્રેગન ફ્રુટની ખેતી ઘણા ખેડૂત મિત્રો કરી રહ્યા છે. તેઓ બીજા ખેડૂતોને ડ્રેગન ફ્રુટના તૈયાર રોપા વહેંચી પણ રહ્યા છે. તો એવા ખેડૂતો પાસેથી તમે રોપા ખરીદી શકો છો. હાલ એક રોપાની કિંમત લગભગ 50 થી 60 રૂપિયા આસપાસ ગણી શકાય.

ડ્રેગન ફ્રુટના ફાયદા શું છે?

ડ્રેગન ફ્રુટ ને કેકટસ ફ્રુટ, ડ્રેગન પર્લ ફ્રુટ અને પિટાયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડ્રેગન ફ્રુટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફ્રુટ અત્યંત ફાયદાકારક હોય છે. ડાયાબિટીસના દર્દીઓને ડોક્ટર ડ્રેગન ફ્રુટ ખાવાની સલાહ આપે છે. ડ્રેગન ફ્રુટમાં એન્ટી ઓક્સીડન્ટ, એન્ટિટ્યુમર અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. જે મહિલાઓને સ્તન કેન્સરથી બચાવવા માટે પણ ખૂબ જ મદદ કરે છે. તેના ફળના બીજમાં હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ડ્રેગન ફ્રુટના બીજમાં ઓમેગા 3 અને ઓમેગા 9 ફેટી એસિડ હોય છે. આમ ડ્રેગન ફ્રુટ હૃદયને સુરક્ષિત રાખવા માટે પણ ઉપયોગી છે.

ગુજરાત સરકાર દ્વારા ડ્રેગન ફ્રુટ માટે સહાય જાહેર કરી?

ગુજરાતના ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી કરતા થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ઉપર સહાય યોજના અમલમાં મૂકી છે. આઇ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત ખાતાની યોજનાઓમાં ડ્રેગન ફ્રુટ માટે સહાય યોજના મૂકવામાં આવી છે. આ યોજનામાં ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2023 રાખવામાં આવી છે. જેથી ખેડૂતો 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ડ્રેગન ફ્રુટની ખેતી માટે કેટલી સહાય મળશે?

ડ્રેગન ફ્રુટ/કમલમ ફળની ખેતી કરવા માગતા ખેડૂતોને કુલ ખર્ચના 50% સહાય મળશે અને વધુમાં વધુ એક હેક્ટરે 3 લાખ સુધીની સહાય મળવા પાત્ર રહેશે. સીધી ભાષામાં સમજાવીએ તો સરકારના મતે એક હેક્ટર જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે વધુમાં વધુ 6 લાખ રૂપિયાનો ખર્ચ થાય જેથી રાજ્ય સરકારે 6 લાખના 50% એટલે એક એકરે 3 લાખ સુધીની સહાય મર્યાદા નક્કી કરી છે અને આવી રીતે ખેડૂતો 10 એકર સુધીની ગ્રાન્ટનો લાભ લઈ શકશે.

3 લાખ રૂપિયાની સહાય કેવી રીતે મળશે?

ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી માટે 3 લાખની સહાય બે ભાગોમાં આપવામાં આવશે. જેમાં પહેલા વર્ષે ખેડૂતોને પોલ નાંખવા માટે અઢી લાખ રૂપિયા આપવામાં આવશે અને બીજા વર્ષે રિંગ ચઢાવવા માટેના ખર્ચને ગણીને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

Leave a Comment