પશુપાલકો માટે ખુશખબર, દિવાળી પહેલા જાહેરાત કરાઈ

દિવાળી પહેલાં પશુપાલકોને કેન્દ્ર સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. હાલમાં જ ખેડૂતો માટે ખાતરમાં સબસીડી મંજુર કરવામાં આવી હતી ત્યારે હવે પશુપાલકોને રાહત મળે એવા મોટા સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.

[eac_elementor_tmpl id="6300"]

પશુપાલકોમાં ખુશીની લહેર

મિત્રો, કેન્દ્ર સરકારે પશુપાલકોને ભેટ આપી દીધી છે. હવે પશુઓને અપાતા દાણમાં વપરાતા મોલાસીસ પરના 28 ટકા જેટલા જીએસટીને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

પશુદાણમાં GST ઘટાડયો

કેન્દ્ર સરકારે પશુપાલકો માટે દિવાળી ભેટ સમાન રાહત આપી છે. ગુજરાતના ખેડૂતો માટે ભારત સરકારની દિવાળીની ભેટ સમાન આ નિર્ણય છે. પશુપાલકો પોતાના ગાય-ભેંસના આહાર માટે પશુદાણ આપે છે. આ પશુદાણમાં વપરાતા મોલાસીસ ઉપર 28 ટકા GST હતો જે હવે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જે નિર્ણયને તમામ મિત્રોએ વધાવ્યો છે. આ નિર્ણયથી પશુપાલકોને ખૂબ જ રાહત થશે.

પશુપાલકોને 100 કરોડની રાહત મળશે

ગુજરાતની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર ઉત્પાદન કરે છે. જેમાં મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ ટને 400 રૂપિયાનો ફાયદો થયો છે. પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થવાની છે. જેથી પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

khedut Duniya યુટ્યુબ ચેનલ

દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે ખેડૂત દુનિયાની youtube ચેનલ પણ છે. જેમાં ખેડૂતોને ઉપયોગી અને કાયમી તમામ માહિતી આપીએ છીએ. આપણી સાથે 90 હજાર ખેડૂત મિત્રો જોડાઈ ગયા છે. સરકાર કોઈ પણ યોજના બહાર પાડે અથવા તો જાહેરાત કરે તો આપણી ખેડૂત દુનિયા ચેનલના ખેડૂતોને સૌથી પહેલાં અને સમજાય એ ભાષામાં સરળ રીતે માહિતી મળી જાય છે. તો તમે પણ અમારી khedut duniya યૂટ્યૂબ ચેનલમાં જોડાઈ શકો છો. અહી ક્લિક કરો.

Leave a Comment