પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2023 (PMMVY): ગર્ભવતી મહિલાઓને સહાય

PM માતૃ વંદના નવી update 2023

1) હવે બીજા બાળકના જન્મ પર પણ સહાય::

હવે બીજા બાળકના જન્મ પર પણ સહાય:
આ યોજનામાં ગર્ભવતી મહિલાઓને સરકાર દ્વારા 6000 ₹ ની આર્થિક સહાય આપવામાં આવે છે. જ્યારે યોજના શરૂ થઈ તે મુજબ માત્ર પહેલાં બાળકના જન્મ માટે જ આ સહાય મળતી હતી પરંતુ નવા ફેરફાર મુજબ હવે જો બીજું સંતાન તરીકે પુત્રીનો જન્મ થાય તો તેવી મહિલાઓને પણ બીજા બાળક માટે 6000 ₹ ની સહાય આ યોજના થકી મળશે.

[eac_elementor_tmpl id="6300"]

(નોંધ:- જો બીજા બાળક તરીકે પુત્રનો જન્મ થયો હોય તો આ યોજનામાં સહાય મળશે નહીં)

 
 

પ્રધાનમંત્રી માતૃ વંદના (PMMVY) યોજના શું છે ?

કેન્દ્ર સરકારે 01 જાન્યુઆરી 2017 ના રોજ ગર્ભવતી મહિલાઓ માટે પ્રધાનમંત્રી સગર્ભાવસ્થા સહાય યોજના શરૂ કરી છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલા અને તેના બાળકને પોષણ મળી રહે અને સ્વસ્થ રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. હાલના સમયમાં ગરીબ પરિવાર કે આર્થિક રીતે નબળા પરિવારમાં મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પૂરતું ધ્યાન અપાતું નથી અને પૂરતો આરામ મળતો નથી. જેથી માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્યને અસર પહોંચે છે. આ ઉપરાંત જો ગર્ભાવસ્થા દરમિયાન સરખી કાળજી ન રખાય તો નવજાત શિશુના સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા રહે છે, બાળક કુપોષિત રહે છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી આવા ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર માટે પ્રધાનમંત્રી સગર્ભાવસ્થા સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

 

આ યોજનામાં કેટલી સહાય મળે ?

આ યોજનાને પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પણ કહે છે. આ યોજનાનું સંચાલન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનામાં પ્રથમ બાળકના જન્મ માટે ગર્ભવતી મહિલાઓને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. જેમાં ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને 6000₹ ની સહાય આપવામાં આવે છે. જોકે 6000₹ એકસાથે આપવામાં નથી આવતા. આ પૈસાના 3 ભાગ પાડીને 3 હપ્તામાં ચુકવવામાં આવે છે. આ યોજનામાં પહેલાં માત્ર ઓફલાઇન અરજી જ સ્વીકારવામાં આવતી હતી. પરંતુ હવે સરકારે ઓનલાઈન અરજી પણ શરૂ કરી છે. તો આ યોજનામાં ઓનલાઈન અથવા ઓફલાઇન અરજી કેવી રીતે કરવી? આ યોજનામાં કોણ કોણ પાત્રતા ધરાવે છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે? હપ્તા કઈ રીતે આવશે? તમામ માહિતી આ પોસ્ટમાં તમને જણાવીશું.

પાત્રતા: કોણ - કોણ ફોર્મ ભરી શકે ?

 • આ યોજના 1 જાન્યુઆરી 2017 નારોજ લાગુ થઈ હોવાથી 1 જુલાઈ 2017 ના રોજ અથવા તે પછી ગર્ભવતી બની હોય તે મહિલાઓ આ યોજના માટે પાત્ર ગણાશે.
 • મજૂર સમુદાયમાંથી આવતી/ આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી તમામ ગર્ભવતી મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે.
 • ખાસ ધ્યાન રાખજો કે ગર્ભવતી મહિલાની ઉંમર 19 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તો જ ફોર્મ ભરી શકશે.
 • જો મહિલા સરકારી નોકરી કરતી હશે તો આ યોજનામાં ફોર્મ ભરી શકશે નહીં. (AWW/ AWH/ ASHA બહેનોને લાભ મળશે.)
 • તમને જણાવી દઈએ કે બાળકનો જન્મ થયા બાદ તરત જ બાળકનું મૃત્યુ થઈ જાય છે તો એવી ગર્ભવતી મહિલાઓને આ યોજના હેઠળ આર્થિક સહાય મળશે નહીં. પરતું તે પછીની ગર્ભાવસ્થામાં ફરી અરજી કરી શકશે.

પ્રધાનમંત્રી માતૃ વંદના દસ્તાવેજો (PMMVY Documents):

PM-matru-vandana-yojana
 • મમતા કાર્ડ
 • બાળકનું જન્મ પ્રમાણપત્ર
 • બાળકના માતા-પિતાનું આધારકાર્ડ
 • માતા-પિતાનું ઓળખપત્ર
 • રેશનકાર્ડની ફોટો કોપી
 • બેંક ખાતાની પાસબુક
 • મોબાઈલ નંબર
 • ઈમેઈલ આઈડી

ઓફલાઈન પ્રક્રિયા જાણો (PMMVY ofline application):

સૌપ્રથમ મમતા કાર્ડ કઢાવો:

ગર્ભાવસ્થાના 1 લા મહિનાથી 3જા મહિના સુધીમાં તમારે મમતા કાર્ડ કાઢવવું પડશે. કોઈપણ સરકારી હોસ્પિલ, દવાખાના કે આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને મમતા કાર્ડ કઢાવી શકો છો. (સરકાર દ્વારા મફતમાં મમતા કાર્ડ કાઢી આપવામાં આવે છે.)

મમતા કાર્ડ મળ્યા બાદ નજીકના આંગણવાડી કેન્દ્રમાં જઈને નામની નોંધણી કરાવવાની રહેશે. જે માટે આંગણવાડી માંથી ફોર્મ 1A ભરવા આપશે. આ ફોર્મ તમારે ભરીને તેની સાથે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. જેમાં મમતા કાર્ડની ઝેરોક્ષ સાથે ઉપર જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

(આ ફોર્મ બાદ રસીદ આપશે તે સાચવીને રાખવી જેના દ્વારા તમને હપ્તો મળશે.) 

હપ્તા કઈ રીતે મળશે ? (PM માતૃ વંદના યોજના હપ્તા):

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (PMMVY)માં 5000 ₹ ના 3 ભાગ પાડી 3 હપ્તામાં આપવામાં આવે છે. અને બાકીના 1000 ₹ જનની સુરક્ષા યોજના હેઠળ ડિલિવરી થઈ હોય તો જ આપવામાં આવશે.

પ્રથમ હપ્તો- 1000 ₹ : ગર્ભાવસ્થાના 3 મહિનાની અંદર આંગણવાડીમાં જઈ ફોર્મ 1A ભરી દેવું. જેમાં તમારે મમતા કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે. (ડોક્યુમેન્ટ ઉપર જણાવ્યા છે. ) ફોર્મ ભર્યા બાદ રસીદ મળશે જે સાચવી રાખવી જેમાં 1000 રૂપિયાનો હપ્તો મળશે.

બીજો હપ્તો- 2000 ₹: ગર્ભાવસ્થાના 6 મહિના પહેલાં બીજા હપ્તા માટે અરજી કરવાની રહેશે. આ માટે સગર્ભા મહિલાઓએ ચેકઅપ કરાવવું જરૂરી છે. ત્યારબાદ આંગણવાડીમાં જઈ ફોર્મ 1B ભરવાનું રહેશે જેમાં તમને 2000 ₹ નો હપ્તો મળશે.

ત્રીજો હપ્તો- 2000 ₹: બાળકના જન્મ બાદ જન્મની નોંધણી કરવાની રહેશે. આ ઉપરાંત બાળકને BCG વગેરે જેવી રસી આપવી જરૂરી છે. ત્યારબાદ ફોર્મ 1C ભરવાનું રહેશે. જેમાં તમને 2000₹ નો હપ્તો મળે છે.

ત્યારબાદ જો સગર્ભા મહિલાની ડીલીવરી જનની સુરક્ષા યોજના હેઠળ કરવામાં આવે  તો વધારાના 1000₹ આ યોજના દ્વારા આપવામાં આવે છે. આમ મળીને કુલ 6000 ₹ ની સહાય મળવાપાત્ર રહેશે.

ઓનલાઈન ફોર્મ (PMMVY Online Form):

 • સૌપ્રથમ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.
 • અહીં તમને citizen login વિકલ્પ દેખાશે તેમાં ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમને 2 વિકલ્પ જોવા મળશે જેમાં તમારે citizen login ઉપર ક્લિક કરી નીચે મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
 • ત્યારબાદ ગર્ભવતી મહિલાનું નામ લખીને નીચે self વિકલ્પ પસંદ કરી Create Account બટન ઉપર ક્લિક કરો.
 • હવે ફરી મોબાઈલ નંબર નાખીને Verify બટન ઉપર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવશે તેને ખાનામાં લખી ડો અને નીચે કેપચા કોડ એન્ટર કરો. ત્યારબાદ Validate બટન પર ક્લિક કરો.
 • હવે Data Entry નો ઓપશન દેખાશે તેમાં તમારે Beneficiary Registration વિકલ્પ પર ક્લિક કરો.
 • હવે તમારી સામે ફોર્મ ખુલી જશે જેમાં તમારે તમારી બધી વિગતો ભરી દેવાની રહેશે. અને ત્યારબાદ Submit બટન પર ક્લિક કરી દો. બસ તમારું ફોર્મ ભરાઈ ગયું.

યોજનાની ટૂંકમાં માહિતી (PMMVY ટેબલ):

યોજનાનું નામપ્રધાનમંત્રી માતૃ વંદના યોજના
કોના દ્વારા શરુકેન્દ્ર સરકાર
વિભાગમહિલા અને બાળ વિભાગ
ક્યારે શરુ થઇ ?1 જાન્યુઆરી 2017
કેટલી સહાય મળશે ?6000 રૂપિયા
લાભ કોને મળશે ?ગર્ભવતી મહિલાઓને
Online અરજી માટે વેબસાઈટઅહિયાં ક્લિક કરો
ફોર્મ 1Aડાઉનલોડ કરો
ફોર્મ 1Bડાઉનલોડ કરો
ફોર્મ 1Cડાઉનલોડ કરો
હેલ્પલાઇન નંબર011-23382393

            આશા રાખું છું કે તમને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિષે તમામ માહિતી સમજાઈ ગઈ હશે. તો મિત્રો આવી જ રીતે અમે khedut duniya ની વેબસાઈટમાં યોજનાની પોસ્ટ કરતા રહેશું. તમને તમામ યોજના, બજાર ભાવ, ખેડૂત સમાચારની માહિતી આપીશું. તો મિત્રો અમારી khedut duniyaની વેબસાઈટને વિઝીટ કરતા રહેજો.

 • જો મિત્રો તમને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિષે બીજું કઈ પણ પૂછવું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો.

Leave a Comment