જૂનાગઢ પંથકમાં ચણાનું વાવેતર કપાવા સામે વીઘા વરોટ ઉતારા પણ ઘટ્યા હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષની તુલનાએ વિસાવદર યાર્ડમાં ચણાની આ સમયનાં અનુસંધાને 50 ટકા જ આવક છે.
એવું લાગતું હતું કે શનિવારે માવઠાંનો ભય અને રવિવારની રજાને કારણે ચણાની મોટી આવક થશે, પરંતુ એવી આવક ન થયાની વાત ખેડૂત મિત્રો જણાવી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ચણાની આવકમાં ગત વર્ષની તુલનાએ મોટો ઘટાડો થયો છે.
ગઈકાલે સોમવારે વકલ મુજબ ચણામાં રૂ.1000 થી રૂ.1100 અને સારી વકલ ચણાના રૂ.1100થી રૂ.1155નાં ભાવે વેપાર થયા હતા. ગઈકાલે ચણાની આવક 5000 કટ્ટા જેવી થઇ હતી. જે ગયા વર્ષે આ સમયે 10,000 કટ્ટા આસપાસ થતી હતી.
કેટલાક ચણા વેચાણ માટે આવેલ ખેડૂતોને ઓછી આવકનું કારણ પુછતાં જાણવા મળ્યું હતું કે એક તો વાવેતર ઓછા છે અને ઉપરથી શિયાળું સિઝનમાં ઠંડીને બદલે તાપમાન ઊંચું રહેવાથી ઉતારા ઘટ્યા છે. ગત વર્ષે લગભગ ખેડૂતોને ચણામાં વીઘે 15 મણ પ્લસ ઉતારા હતા, તે આ વખતે ઘટીને 10 થી 15 મણની અંદર આવી ગયા છે.
ખેડૂતો માટે મહત્વના કઠોળ પાકો ગણાતા ચણા અને તુવેરમાં નવી સિઝનની આવકો શરૂ થયા બાદ પણ ઉંચી સપાટીએ ભાવ ટકેલા જોવા મળ્યા છે. ચણાના ભાવમાં હાલ રૂ.1050થી રૂ.1125 પ્રતિ મણની સપાટીએ વેપાર થઇ રહ્યો છે. ઓફ સિઝન દરમિયાન જે ભાવ હતા એની સરખામણીએ હાલ પિક સિઝનમાં ભાવ થોડા સારા છે.
આજે તા. 05/03/2024, મંગળવારના રોજ ચણાના બજાર ભાવ પર નજર કરી દઈએ, તો આજે ધારી માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 971 થી રૂ. 1080 સુધીના બોલાયા હતા. જ્યારે વિરમગામ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1133 થી રૂ. 1138 સુધીના બોલાયા હતા.
તલોદ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 901 થી રૂ. 1010 સુધીના બોલાયા હતા. ધ્રોલ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1020 થી રૂ. 1110 સુધીના બોલાયા હતા. જ્યારે ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1051 થી રૂ. 1100 સુધીના બોલાયા હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1000 થી રૂ. 1160 સુધીના બોલાયા હતા.
બાવળા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1160 થી રૂ. 1176 સુધીના બોલાયા હતા. જ્યારે મોડાસા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1050 થી રૂ. 1101 સુધીના બોલાયા હતા. તેમજ બહુચરાજી માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1074 થી રૂ. 1074 સુધીના બોલાયા હતા.
મેંદરડા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1050 થી રૂ. 1150 સુધીના બોલાયા હતા. જ્યારે પોરબંદર માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 995 થી રૂ. 1090 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1001 થી રૂ. 1121 સુધીના બોલાયા હતા.
ઇડર માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 970 થી રૂ. 1011 સુધીના બોલાયા હતા. જ્યારે ધંધુકા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1000 થી રૂ. 1315 સુધીના બોલાયા હતા. તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 970 થી રૂ. 1142 સુધીના બોલાયા હતા.
બાબરા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1061 થી રૂ. 1119 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1077 થી રૂ. 1111 સુધીના બોલાયા હતા. તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1025 થી રૂ. 1120 સુધીના બોલાયા હતા.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1030 થી રૂ. 1140 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 1161 થી રૂ. 1400 સુધીના બોલાયા હતા. તેમજ કોડીનાર માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ રૂ. 980 થી રૂ. 1111 સુધીના બોલાયા હતા.
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ | |||||
ધારી | 971 | 1080 | |||||
વિરમગામ | 1133 | 1138 | |||||
તલોદ | 901 | 1010 | |||||
ધ્રોલ | 1020 | 1110 | |||||
ખેડબ્રહ્મા | 1051 | 1100 | |||||
રાજકોટ | 1000 | 1160 | |||||
બાવળા | 1160 | 1176 | |||||
મોડાસા | 1050 | 1101 | |||||
બહુચરાજી | 1074 | 1074 | |||||
મેંદરડા | 1050 | 1150 | |||||
પોરબંદર | 995 | 1090 | |||||
જેતપુર | 1001 | 1121 | |||||
ઇડર | 970 | 1011 | |||||
ધંધુકા | 1000 | 1315 | |||||
મોરબી | 970 | 1142 | |||||
બાબરા | 1061 | 1119 | |||||
વિસાવદર | 1077 | 1111 | |||||
વાંકાનેર | 950 | 1166 | |||||
સાવરકુંડલા | 1025 | 1120 | |||||
જુનાગઢ | 1030 | 1140 | |||||
દાહોદ | 1160 | 1170 | |||||
હારીજ | 1090 | 1120 | |||||
ખંભાત | 850 | 1088 | |||||
હળવદ | 1071 | 1125 | |||||
ખાંભા | 1040 | 1075 | |||||
થરા | 1037 | 1038 | |||||
જસદણ | 1080 | 1135 | |||||
પાલનપુર | 1050 | 1050 | |||||
જામ ખંભાળિયા | 1040 | 1112 | |||||
જામજોધપુર | 1000 | 1111 | |||||
મહુવા | 1161 | 1400 | |||||
વિસનગર | 905 | 1011 | |||||
કોડીનાર | 980 | 1111 | |||||
બોટાદ | 900 | 1350 | |||||
અમરેલી | 930 | 1112 | |||||
ધાંગધ્રા | 1096 | 1096 | |||||
ભાવનગર | 1081 | 1410 | |||||
કાલાવડ | 1070 | 1129 | |||||
હિમતનગર | 1000 | 1110 | |||||
જામનગર | 950 | 1171 | |||||
માંડલ | 1075 | 1100 |