છેલ્લી તારીખ પહેલાં મફતમાં Aadhaar card અપડેટ કરાવી લ્યો.

Aadhaar Card Free Updated 14 December 2023 Last Date ડિસેમ્બર મહિનામાં અનેક કાર્યો કરવા મહત્વપૂર્ણ છે. આમાંથી એક છે 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવાનું. ભારત સરકાર આવા આધાર કાર્ડને 14મી ડિસેમ્બર સુધી મફતમાં અપડેટ કરી રહી છે.

[eac_elementor_tmpl id="6300"]

જો તમારા આધાર કાર્ડમાં કોઈ ડેટા અપડેટ થયો નથી, તો આ કામ ધ્યાનથી કરો. જોકે સરકાર છેલ્લી તારીખ પછી ચાર્જ લાદી શકે તેવી પણ શકયતા છે. હાલ કોમન સર્વિસ સેન્ટર (CSC)માં 10 વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવી રહ્યા છે.

આધારકાર્ડ (Aadhaar card) અપડેટ કરાવવું જરૂરી

aadhaar-carad-free-update

વર્ષ 2023નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. વર્ષના અંતમાં ઘણા કાર્યો કરવાના હોય છે, પરંતુ આ વર્ષે સૌથી મહત્વપૂર્ણ કાર્ય એટલે આધાર કાર્ડ અપડેટ કરવું. સરકારી યોજનાઓને આધાર કાર્ડ સાથે જોડવામાં આવી છે. હવે જો તમારું આધાર કાર્ડ અપડેટ નથી થયું તો શક્ય છે કે તમને ઘણી યોજનાઓનો લાભ ન ​​મળે. તમારી સાથે આવું ન થાય તે માટે તમારું જૂનું આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. જો 14 ડિસેમ્બર સુધીમાં આધાર કાર્ડ અપડેટ નહીં કરવામાં આવે તો સરકાર દંડ પણ લગાવી શકે છે.

આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરો

તમે બે રીતે આધાર કાર્ડ અપડેટ (Aadhaar card update) કરી શકો છો. પ્રથમ રસ્તો ઓનલાઈન છે. આ માટે તમારે https://myaadhaar.uidai.gov.in વેબસાઇટ પર જવું પડશે. તમારે તમારો આધાર નંબર અને OTP દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. લોગ ઇન કર્યા પછી, અરજદારે ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તમારે તમારા મતદાર આઈડી કાર્ડ, પાન કાર્ડ અથવા અન્ય કોઈપણ દસ્તાવેજની સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે. તમામ માહિતી વેબસાઈટ પર આપવામાં આવી છે. તમારા વિશે સાચી માહિતી આપ્યા પછી, તેની ચકાસણી કરવાની રહેશે. આ પછી તમે સબમિટ બટન દબાવતા જ તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે. તમારે URN નંબરની રસીદ પણ ડાઉનલોડ કરવી પડશે. તેની મદદથી તમે તમારી એપ્લિકેશનની સ્થિતિને વધુ ટ્રેક કરી શકશો.

કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને અપડેટ કરો

કોમન સર્વિસ સેન્ટર (CSC)માં અમુક ચાર્જ લઈને તમારું આધારકાર્ડ અપડેટ કરી આપશે. જોકે આધાર અપડેટ કરવા માટે, અરજદારે મૂળ જન્મ પ્રમાણપત્ર જેવા મૂળ દસ્તાવેજો સાથે CSC સેન્ટરે જવાનું રહેશે. જેમાં તમારો ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, રેશન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે. બાકીનું કામ CSC ઓપરેટર દ્વારા કરવામાં આવશે. અરજદારને નજીકના આધાર કેન્દ્ર વિશેની માહિતી https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર મળશે.

Leave a Comment