જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્પેસ સ્ટાર્ટઅપ ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીએ હોક્કાઈડો સ્પેસપોર્ટ પર ઝીરો રોકેટ માટે તેનું કોસ્મોસ એન્જિન સફળતાપૂર્વક લોન્ચ કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે.
જાપાનના અવકાશ ઉદ્યોગે ગુરુવારે પ્રોટોટાઇપ રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું. ખાસ વાત એ છે કે આ રોકેટનું ઈંધણ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે. આ રોકેટ બાયોમિથેનનો ઉપયોગ કરીને ઉડાડવામાં આવ્યું છે, જે ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે. બાયોમિથેન ઇંધણ ઇકો ફ્રેન્ડલી તેમજ આર્થિક છે. આમાં કાર્બન ઉત્સર્જન થશે નહીં.
બાયોમિથેન ઇંધણ દ્વારા બળતણ ધરાવતા રોકેટે તાકી શહેરમાં લગભગ 10 સેકન્ડ માટે ખુલ્લા હેંગરના દરવાજામાંથી 10-15 મીટર (30-50 ફૂટ) વાદળી અને નારંગી જ્યોત ફેંકી હતી. ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીના ચીફ એક્ઝિક્યુટિવ તાકાહિરો ઇનાગાવાએ જણાવ્યું હતું કે તેમાં વપરાતું બાયોમિથેન સંપૂર્ણપણે બે સ્થાનિક ડેરી ફાર્મમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવ્યું હતું.