Gujarat birth certificate: જન્મ અને મરણનો દાખલો, હવે મોબાઈલમાં જાતે ડાઉનલોડ કરો

gujarat birth certificate | gujarat birth certificate download | gujarat birth certificate format | gujarat birth certificate format pdf | gujarat birth certificate online download | ગુજરાત જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ | ગુજરાત જન્મ પ્રમાણપત્ર ફોર્મેટ PDF

[eac_elementor_tmpl id="6300"]

ગુજરાત જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ

ગુજરાત સરકારે ડિજિટલ સુવિધાને વેગ આપવા અને લોકો સરળતાથી પોતાની રીતે જન્મ અને મરણના દાખલ કાઢી શકે તે માટે eolakh પોર્ટલ રજૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ગુજરાતના દરેક નાગરિકો મોબાઈલ દ્વારા પણ ઘરે બેઠા જાતે જ જન્મ અને મરણના દાખલા કઢાવી શકે છે પરંતુ નોંધણી સામાન્ય નાગરિક કરી શકશે નહીં.

eolakh પોર્ટલ શું છે?:

બાળકની પ્રારંભિક ઓળખ, તેનું અસ્તિત્વ અને વ્યક્તિત્વની પુષ્ટિ જન્મ નોંધણી દ્વારા થાય છે. દરેક બાળકના જન્મ બાદ તેની જન્મ નોંધણી કરવી એ ઘરના વડા અને પરિવારની જવાબદારી હોય છે. ત્યારે જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ 1969 મુજબ દરેક વ્યક્તિના જન્મ કે મૃત્યુની જાણ રજીસ્ટ્રારને કરવી ફરજીયાત છે. જોકે હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, નર્સિંગ હોમ જેવી સંસ્થાઓ જન્મ અને મૃત્યુ વિશે સંબંધિત રજીસ્ટ્રારને જાણ કરવા બંધાયેલી છે. eolakh પોર્ટલ ઉપર જન્મ અને મરણની નોંધણી માટે અલગ અલગ ફોર્મ હોય છે.

1) જો બાળકની જન્મની નોંધણી માટે ફોર્મ ભરવું હોય તો તેના માટે ફોર્મ નંબર 1 ભરવાનું રહેશે.

2) જો વ્યક્તિના મૃત્યુની નોંધણી કરવી હોય તો તેના માટે ફોર્મ નંબર 2 ભરવાનું રહેશે.

3) મૃત્યુ પામેલા બાળકનો જન્મ થાય તો તેવા કિસ્સામાં ફોર્મ નંબર 3 ભરવાનું રહેશે.

(જોકે સામાન્ય નાગરિક જન્મ અને મરણના દાખલા ડાઉનલોડ કરી શકશે પરંતુ નોંધણી જાતે કરી શકશે નહીં. )

જન્મ-મરણ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?

હવે દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે, કેન્દ્ર સરકારે ડિજિટલ દેશનું સપનું જોયું હતું. જેને ધ્યાને રાખી દરેક રાજ્યની સરકાર દ્વારા પણ ડિજિટલ પ્રયાસો હાથ ધર્યા છે. જે મુજબ હવે દરેક નાગરિક પોતાની રીતે જન્મ મરણના દાખલા પણ કઢાવી શકશે.

જો તમારું કે પરિવારના કોઈપણ વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર પણ ખોવાઈ ગયું છે, તો નીચેની પ્રક્રિયા જોઈ લો

1) સૌ પ્રથમ તમારે eolakh પોર્ટલની અધિકૃત વેબસાઈટ https://eolakh.gujarat.gov.in પર જવાનું રહેશે.

2) આ પોર્ટલ ઉપર Download Certificate લખેલા વિકલ્પ ઉપર ક્લિક કરો.

3) હવે નીચે તરફ જતા જન્મની પસંદગીનો વિકલ્પ મળશે જેમાં ચોક્કસ વર્ષ અને એપ્લિકેશન નંબર અથવા મોબાઈલ નંબર જેવી માહિતી ભરવાની રહેશે.

4) તમામ માહિતી ભરી લીધા પછી Search Data લખેલા બટન પર ક્લિક કરો એટલે તમારું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનો વિકલ્પ જોવા મળશે.

જન્મ અને મરણ નો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરતા પહેલાં મહત્વની સૂચના

● eolakh પોર્ટલ પર જન્મ અથવા મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે એપ્લિકેશન નંબર અથવા લિંક કરેલો મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

● એપ્લિકેશન નંબર ખબર ન હોય તો રજીસ્ટ્રેશન દરમિયાન મોબાઈલ નંબર નાખવાનો રહેશે. જેથી તમારા પ્રમાણપત્રનો એપ્લિકેશન નંબર પણ તમને જોવા મળશે.

● જો ખોટો મોબાઈલ નંબર અથવા એપ્લિકેશન નંબર એન્ટર કરશો તો ડાઉનલોડ પ્રક્રિયા આગળ વધશે નહીં જેની નોંધ લેવી. પરંતુ જો તમને ખાતરી છે કે તમારો મોબાઈલ નંબર અને એપ્લિકેશન નંબર સાચો છે તો સંબંધિત રજીસ્ટ્રાર (જન્મ મૃત્યુ )કચેરી અથવા જિલ્લા રજીસ્ટર (જન્મ મૃત્યુ) કચેરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો.

● ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા ઉત્પાદિત પ્રમાણપત્રોની અધિકૃતતાની ખાતરી કરવા માટે કચેરીએ તારીખ 05/02/2023 ના રોજ જારી કરાયેલ પરિપત્ર દ્વારા વ્યાપક માર્ગદર્શિકા પ્રદાન કરી છે.

Gujarat birth certificate (ટૂંકમાં માહિતી)

gujarat-birth-certificate-download

ઓનલાઈન સુવિધાgujarat birth certificate download
કોના દ્વારા શરુ ગુજરાત સરકાર
કોને કોને લાભ?ગુજરાતના દરેક નાગરિક
લાભજન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ
ઓફિસિયલ વેબસાઈટhttps://eolakh.gujarat.gov.in

Leave a Comment