ખેડૂતો માટે ફરી જમીન રી સર્વે સમય વધાર્યો: ભૂલ સુધારવાની તક

  • જમીન રિ સરવે અને પ્રમોલગેશન બાદની ક્ષતિને લઈ વધારાઇ સમયમર્યાદા
  • 31 ડિસેમ્બર 2024 સુધી વધારાઇ સમય મર્યાદા
  • મેહસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું

જમીન રિ-સરવે અને પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારવાને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે ક્ષતિ સુધારવાને લઈ સમયમર્યાદા વધારાઇ છે. અત્રે જણાવીએ કે, એક વર્ષનો સમયગાળો વધારાયો છે. 31 ડિસેમ્બર 2024 સુધી સમય મર્યાદા વધારવા અંગેનું મેહસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

[eac_elementor_tmpl id="6300"]

જાણો સમગ્ર રિ-સરવેનો મુદ્દો

ધારાસભ્યો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી તેમજ વખતો વખતે રી-સર્વે પ્રમોલગેશનની કામગીરીના સમયમાં વધારો કરવામાં આવતો હતો. તેમને જણાવી દઈએ કે, અગાઉ રિ-સર્વે માટેની એજન્સીઓ પણ બદલવામાં આવી હતી. ત્યારબાદ ગત જાન્યુઆરી કેબિનેટ બેઠકમાં રિ સર્વે પ્રમોલગેશન માટે મહત્વનો નિર્ણય લેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસુલ વિભાગ વર્તમાનમાં મુખ્યમંત્રી પાસે છે જેને લઈ સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો હતો. રિ સરવેને નિર્ણય બાદ આ વર્ષ તમામ ક્ષતિ દૂર કરવા માટે સમય મર્યાદા વધારાઈ છે.

રિ-સરવેમાં કઈ કઈ ભુલો ?

  • ખેડૂતોના નામ બદલાઈ ગયા
  • ખેડૂતોના નામ નીકળી ગયા
  • ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા
  • કબજામાં ફેરફાર થયો
  • નક્શામાં ફેરફાર થયા
  • ગામની આકારણી પણ બદલાઈ ગઈ

Leave a Comment