તમારું પાનકાર્ડ-આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તે તમારી જાતે મોબાઇલમાં કઈ રીતે ચેક કરશો ?

નમસ્કાર મિત્રો, તમારુ પાનકાર્ડ આધારકાર્ડ (pancard aadhaar card link) સાથે લિંક છે કે નહીં તે તમારી જાતે મોબાઇલમાં કઈ રીતે ચેક કરશો ? તેની માહિતી આ સમાચારમાં ફોટો સાથે સરળ રીતે સમજાવવામાં આવી છે.

[eac_elementor_tmpl id="6300"]
પાનકાર્ડને લિંક (Pancard Link) કરવાની છેલ્લી તારીખ :

મિત્રો હાલ પાનકાર્ડને(Pancard) આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ₹1,000 ભરવાના રહેશે અને તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામાં આવી છે. આ તારીખ લંબાવવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા હજી સુધી કોઈપણ જાહેરાત કરાઈ નથી. જેથી 31 માર્ચ પહેલા જો તમે પાનકાર્ડને(Pancard Link) આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારું પાનકાર્ડ બંધ કરી દેવામાં આવશે.

31 માર્ચ છેલ્લી તારીખ છેતો અત્યારે 1,000 ₹નો દંડ શા માટે ? :

મિત્રો, કેન્દ્ર સરકારે 31 માર્ચ 2022 સુધીમાં તમામ લોકોને પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક(pancard aadharcard link) કરવા જણાવ્યું હતું. જેમાં તમે ફ્રી માં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકતા હતા. પરંતુ ખૂબ જ ઓછા લોકોએ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યું. જેથી કેન્દ્ર સરકારે પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ 2022 થી લંબાવીને 31 માર્ચ 2023 સુધી કરી તો દીધી પરંતુ લોકોએ હવે દંડ ચૂકવવો પડશે.

 – જેમાં 1 એપ્રિલ 2022 થી 1 જૂન 2022 સુધી 500 રૂપિયાનો દંડ હતો.

 – ત્યારબાદ હવે 1 જુન 2022 થી 31 માર્ચ 2023 સુધી 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આમ 31 માર્ચ 2022 સુધી પ્રક્રિયા મફત હતી પરંતુ ત્યારબાદ તારીખ લંબાવીને પ્રથમ ત્રણ મહિના 500 રૂપિયાનો દંડ અને ત્યારબાદ 1000 રૂપિયાનો દંડ ભરવાની જાહેરાત કરાઈ.

તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં જાતે કઈ રીતે ચેક કરવું ?

મિત્રો તમે ઘરે બેઠા જાતે મોબાઈલમાંથી પણ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકો છો. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે.

લિંક ખોલવાની છે. જેથી નીચે ફોટોમાં દર્શાવેલ પોર્ટલ તમને જોવા મળશે.

  • હવે નીચે બોક્સમાં Link aadhaar status લખેલું હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ( મિત્રો ધ્યાન રાખજો તમારે link aadhaar વિકલ્પ ઉપર નહીં પરંતુ Link aadhaar status વિકલ્પ પર ક્લિક કરવાનું છે.) જેવું ક્લિક કરશો એટલે નીચે ફોટોમાં દર્શાવેલ વિન્ડો ખુલશે.
pancard-aadharcard-link
  • આ વિન્ડોમાં તમારે PAN લખેલું છે ત્યાં પાનકાર્ડ નંબર નાખવાનો રહેશે અને Aadhaar Number માં 12 અંકનો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે.
  • આ બંને નંબર નાખ્યા પછી નીચે View link aadhaar status પર ક્લિક કરવાનું રહેશે. જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે તો Your PAN number is already linked to given adhaar number લખેલું જોવા મળશે. જે નીચે ફોટોમાં તમે જોઈ શકો છો.
કેમ મિત્રો હતું ને ખુબ જ સરળ :

તો આમ મિત્રો તમે ઘરે બેઠા મોબાઈલમાંથી જાતે જ પાનકાર્ડ(pancard)ને આધારકાર્ડ (aadhaar Card) સાથે લિંક કરી શકો છો. અહિયાં બતાવેલ માત્ર ફોટો જોઇને પણ સરળ રીતે તમે સમજી લેશો.

આશા રાખું છું કે અમારી khedut duniya ની આ પોસ્ટથી તમને પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરતા આવડી ગયું હશે. મિત્રો આવી જ રીતે અમે khedut duniya ની વેબસાઈટમાં Digital પોસ્ટ કરતા રહેશું. તમે જાતે જ ઘણા બધા કામો ઘરે બેઠા કરતા થઇ જશો તો મિત્રો અમારી khedut duniyaની વેબસાઈટને વિઝીટ કરતા રહેજો.

2 thoughts on “તમારું પાનકાર્ડ-આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તે તમારી જાતે મોબાઇલમાં કઈ રીતે ચેક કરશો ?”

Leave a Comment