PM કિસાન યોજના 2023: 14મો હપ્તો નવો ફેરફાર | PM Kisan yojana 2023

PM કિસાન નવી update 2023

1) 14મો હપ્તો મોકલ્યો:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈ 2023 ના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારબાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને આ કાર્યક્રમ દરમિયાન 27 જુલાઈના રોજ વડાપ્રધાને ખેડૂતોના ખાતામાં 14મો હપ્તો મોકલ્યો. જેમાં દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા 17,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

[eac_elementor_tmpl id="6300"]
 
 
2) નવો ફેરફાર કરવામાં આવ્યો 

ખેડૂતોને હપ્તો ન મળ્યાના મુખ્ય કારણ:-
જે ખેડૂતો પાત્રતા ધત્રવતા હોય તેમ છતાં 14માં હપ્તાના પૈસા નથી આવ્યા તો તેના માટે 2 મુખ્ય કારણો હોઈ શકે. સરકારે થોડા સમય પહેલા આ યોજનામાં નવા ફેરફારો કર્યા છે.

1) જો ખેડૂત મિત્રોએ KYC ની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તો તેવા મિત્રોને આ હપ્તો નહીં મળે. PM કિસાન યોજનામાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં દરેક ખેડૂતોએ ફરજિયાત KYC કરાવવાનું રહેશે. જો તમે નથી કરાવ્યું તો હપ્તો નહિ મળે.

2) આ સિવાય ખેડૂતોનું બેંક ખાતું NPCI અને આધારકાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. જો લિંક નહિં હોય તો પણ હપ્તો નહિ મળે.

 
 

PM કિસાન યોજના શું છે ?

PM કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના દેશના તમામ રાજ્યો માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના થકી સરકાર ખેડૂતોને મદદરૂપ થવા માંગે છે. જગતનો તાત કહેવાતાં ખેડૂત મિત્રોને ખેતી કામમાં આર્થિક રીતે અમુક સહાય મળે તે હેતુથી ફેબ્રુઆરી 2019માં કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના શરૂ કરી છે. આ યોજના નાના ખેડૂત મિત્રો માટે ખૂબજ ફાયદાકારક નીવડી છે. જે ખેડૂતો ખેતી કરીને પણ પેટ ભરી શકતાં ન હતા તેવા ખેડૂતોને વરદાન રૂપ સાબિત થઈ છે.

PM કિસાન યોજનામાં કેટલી સહાય મળે ?

PM કિસાન યોજનામાં દેશના તમામ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. આ 6000₹ એકસાથે આપવાને બદલે તેના ત્રણ ભાગ પાડીને દર 4 મહિને 2000 ₹ નો હપ્તો આપવામાં આવે છે. આ હપ્તો DBT ( ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ) દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.

1 લો હપ્તો:- એપ્રિલ થી જુલાઈ
2 જો હપ્તો:- ઓગસ્ટ થી નવેમ્બર
3 જો હપ્તો:- ડિસેમ્બર થી માર્ચ

અત્યારસુધીમાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 14 હપ્તા આપી દેવામાં આવ્યા છે. આ 14 હપ્તાની તારીખ સાથે માહિતી જોઈ લ્યો.

હપ્તોતારીખ
1 લો હપ્તોફેબ્રુઆરી 2019
2 જો હપ્તો2 એપ્રિલ 2019
3 જો હપ્તોઓગસ્ટ 2019
4 થો હપ્તોજાન્યુઆરી 2020
5 મો હપ્તો1 એપ્રિલ 2020
6 ઠો હપ્તો1 ઓગસ્ટ 2020
7 મો હપ્તોડીસેમ્બર 2020
8 મો હપ્તો14 મે 2021
9 મો હપ્તો9 ઓગસ્ટ 2021
10 મો હપ્તોજાન્યુઆરી 2022
11 મો હપ્તો31 મે 2022
12 મો હપ્તો17 ઓકટોબર 2022
13 મો હપ્તો27 ફેબ્રુઆરી 2023
14 મો હપ્તો27 જુલાઈ 2023

14મો હપ્તો નથી મળ્યો ?

PM-કિસાન-યોજના-2023

આ યોજના શરૂ થઈ ત્યારે નાના અને સીમાંત ખેડૂતોને જ લાભ મળતો હતો પરંતુ ત્યારબાદ સરકારે વિચાર કરીને PM કિસાન યોજનાને દેશના તમામ ખેડૂતો માટે લાગું કરી દીધી છે. દેશના તમામ ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનામાં ફોર્મ ભરી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) 27 જુલાઈના રોજ રાજસ્થાનમાં એક કાર્યક્રમ દરમિયાન PM કિસાનનો 14મો હપ્તો રજૂ કર્યો હતો. આ વખતે 8.5 કરોડ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભ લીધો છે. તેમ છતાં, ઘણા ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં 14મા હપ્તો આવ્યો નથી. pmkisan-ict@gov.in પર મેઈલ કરી શકો છો. તમે 155261 અથવા 1800115526 પર પણ કૉલ કરી શકો છો.

પાત્રતા: કોણ - કોણ ફોર્મ ભરી શકે ?

આ યોજના શરૂ થઈ ત્યારે નાના અને સીમાંત ખેડૂતોને જ લાભ મળતો હતો પરંતુ ત્યારબાદ સરકારે વિચાર કરીને PM કિસાન યોજનાને દેશના તમામ ખેડૂતો માટે લાગું કરી દીધી છે. દેશના તમામ ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનામાં ફોર્મ ભરી શકે છે.

 

પરંતુ અમુક ખેડૂતોને બાકાત રખાયા છે જે ને ખરેખર લાભની જરૂર નથી. જેવા કે,

– બંધારણીય પદ પર છે તેવા ખેડૂતોને લાભ મળશે નહીં
– ખેડૂત કોઈપણ રાજ્યનો મંત્રી હોય, લોકસભા અને રાજ્યસભામાંથી સભ્ય હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનનો મેયર હોય, જિલ્લા પંચાયતનો અધ્યક્ષ હોય, તો તે પણ લાભ લઈ શકશે નહીં.
– કોઈ વ્યક્તિનું પેન્શન 10,000 રૂપિયા પ્રતિ માસ કે તેથી વધુ આવે છે તેવા ખેડૂતો પણ લાયક ગણાશે નહીં.
– આવકવેરો ચૂકવતા હોય તા ખેડૂતો પણ બાકાત રહેશે.
– પ્રોફેશનલી ડોકટરો, એન્જીનીયર, વકીલો અથવા અન્ય કોઈ રજિસ્ટર્ડ પ્રોફેશનલ પોસ્ટ પર છે તેવા ખેડૂતો પણ આ યોજનામાં જોડાઈ શકશે નહીં.

ખાસ નોંધ:- આ યોજનામાં ખેડૂત પરિવારમાંથી એક જ વ્યક્તિ રજિસ્ટર કરાવી શકે છે. જો એકથી વધુ લોકો રજિસ્ટર કરાવે છે તો તેને કેન્સલ કરી દેવામાં આવે છે. (પતિ, પત્ની, પુત્ર માંથી કોઈ એક ને જ લાભ મળશે). જો પરિવારમાંથી બે લોકો આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તો ગમે ત્યારે પકડાઈ જશો અને સરકાર તમારી પાસેથી રકમ રિકવર કરી લેશે.

e-kyc કેવી રીતે કરવું ?

– સૌપ્રથમ PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in ખોલવાની રહેશે.
– વેબસાઈટ ખુલી જાય પછી e- kyc નો વિકલ્પ દેખાશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
– હવે જે પેજ ખુલે તેમાં તમારો આધારકાર્ડ નંબર દાખલ કરીને બાજુમાં search વિકલ્પ ઉપર ક્લિક કરો.
– ત્યારબાદ આધારકાર્ડમાં લિંક હોય તે મોબાઇલ નંબર નાખીને Get Mobile OTP વિકલ્પ ઉપર ક્લિક કરો.
– હવે મોબાઈલમાં OTP આવે તે નંબર નાખીને Submit OTP ઉપર ક્લિક કરો.

તો બસ તમારી KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. તમને successful નો મેસેજ જોવા મળશે.

OTP વિના e-kyc પ્રક્રિયા: નવી સુવિધા 

હવે સરકારે ફેસ ઓથેન્ટિફિકેશનની નવી સુવિધા શરૂ કરી છે. જેમાં તમારે OTP નાખવાની જરૂર નથી. હવે નવી પધ્ધતિ મુજબ તમે તમારો ફોટો પાડીને e-kyc કરાવી શકો છો.

– સૌથી પહેલાં PM KISAN GOI એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો. આ સાથે મોઢાનો ફોટો પાડવા માટે Adhaar Face Rd એપ્લિકેશનને પણ ઇન્સ્ટોલ કરવાની રહેશે.
– હવે PM KISAN GOI એપ્લિકેશન ખોલીને સૌથી પહેલાં log In કરવું પડશે. જે માટે log in વિકલ્પ ક્લિક કરવાનો રહેશે.
– હવે જે પેજ ખુલે એમાં login Type માં Baneficiary ID અથવા adhaar No બે માંથી જે યાદ હોય તે નંબર દાખલ કરો. (મોટાભાગે ખેડૂતો adhaar No નો જ વિકલ્પ પસંદ કરે છે.)
– હવે તમે જે આધાર નંબર સાથે મોબાઈલ નંબર લિંક કર્યો હશે તે નંબર ઉપર OTP આવશે. એ OTP આ ખાનામાં નાખીને login વિકલ્પ ઉપર ક્લિક કરો.
– હવે તમારે સુરક્ષા માટે 6 આંકડાનો પાસવર્ડ બનાવવાનો રહેશે. તો તમારી રીતે પાસવર્ડ બનાવીને MPIN વાળા ખાનામાં નાખી દો. (બન્ને ખાનામાં એકસરખો પાસવર્ડ લખવાનો રહેશે.)
– MPIN નાખ્યાં બાદ Submit બટન પર ક્લિક કરો.
– હવે Dashboardનો વિકલ્પ દેખાશે તેના ઉપર ક્લિક કરો. એક બોક્સ દેખાશે જેમાં Scan Face ઉપર ક્લિક કરો.
(જો Adhaar Face Rd એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હશે તો જ Scan Face નો વિકલ્પ ખુલશે)

– હવે લાભાર્થી ખેડૂતનો બે-ત્રણ સાઈડથી ફોટો પાડવાનો રહેશે.
– ફોટા પડી જાય ત્યારબાદ proceed બટન ઉપર ક્લિક કરો.
– બસ લ્યો, તમારું e-kyc થઈ ગયું છે. હવે 24 કલાકમાં તમારા સ્ટેટ્સમાં e-kyc પૂર્ણ થયું એમ બતાવી દેશે

Leave a Comment