PM kisan Yojana 16th installment Date: 16મો હપ્તો રજીસ્ટ્રેશન શરૂ, ક્યારે આવશે?

PM Kisan Yojana 16th Kist: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે.

[eac_elementor_tmpl id="6300"]

ભારત સરકાર દ્વારા ખેડૂતોને દરેક હપ્તામાં બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. હપ્તાના પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.

PM કિસાન યોજનાનો 16મો હપ્તો ક્યારે આવશે?

ગયા મહિને પીએમ કિસાન યોજના(pm kisan yojana)નો 15મો હપ્તો મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હપ્તો જાહેર કર્યો હતો. હવે ખેડૂતો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તેની તારીખને લઈને એક નવું અપડેટ બહાર આવ્યું છે. ફેબ્રુઆરી અને માર્ચ 2024 વચ્ચે ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે.

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે નોંધણી કરવી?

  • સૌથી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
  • ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો. ન્યુ ફાર્મર નોંધણીનો વિકલ્પ પસંદ કરો.
  • ગ્રામીણ અને શહેરી ખેડૂતનો વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • હવે તમારું રાજ્ય પસંદ કરો અને Get OTP પર ક્લિક કરો.
  • મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો. Proceed for Registration ના વિકલ્પ પર જાઓ.
  • ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટ અને અન્ય માહિતી આપો. તમારે આધાર ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને સબમિટ કરો. ત્યારબાદ તમારા ખેતર સંબંધિત માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો.
  • પછી Save બટન પર ક્લિક કરો. તો રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને રજીસ્ટ્રેશન થયાની માહિતી મેસેજમાં આવશે.

PM કિસાન યોજના માટે E-KYC જરૂરી છે

જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગે છે. તેઓએ તેમના બેંક ખાતાનું ઇ-કેવાયસી કરાવવું પડશે. તેમજ તેને NPCI સાથે લિંક કરવું પડશે.

Leave a Comment