નાના કારીગરો માટે નવી યોજના: વડાપ્રધાન મોદીએ આપી મોટી ભેટ

શહેરમાં વસતા અને ગામડાઓમાં વસતા નાના વેપારીઓને આર્થિક રીતે મદદ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અમલમાં મૂકવા જઈ રહી છે. આ યોજનામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાના વેપારીઓને 3 લાખ રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવશે. આ યોજનાને PM વિકાસ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

[eac_elementor_tmpl id="6300"]

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના

17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકારની એક મહત્વની યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વસતા નાના વેપારીઓને આર્થિક સહાય કરવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ યોજનામાં કુલ 18 પ્રકારના નાના-મોટા વ્યવસાય સાથે જોડાયેલા કારીગરોને આવરી લેવામાં આવશે અને તેઓને તાલીમ આપીને 3 લાખ સુધીની લોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કુલ 18 પ્રકારના વ્યવસાય માટે સહાય:

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા 18 પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા નાના વેપારીઓને 3 લાખ સુધીની આર્થિક સહાય અને તાલીમ આપવામાં આવશે. આ 18 પ્રકારના કારીગરોમાં લુહાર, સુથાર, કુંભાર, મોચી, દરજી, માળી, ધોબી, બોટ-નાવડી બનાવનાર, સરાણીયા (બખ્તર-ચપ્પુ બનાવનાર, હથોડી અને ટુલકીટ નિર્માતા, ટોપલા-ટોપલી કે સાવરણીના કારીગર, તાળાના કારીગર, માછલી પકડવાની જાળી બનાવનારા, શિલ્પકાર, પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણ કામ કરનારા કારીગરોને સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યોજના માટે પાત્રતા શું છે?

● પીએમ વિકાસ યોજના માટે સરકારી નોકરી કરતી વ્યક્તિ કે તેના પરિવારના કોઈ પણ સભ્યને લાભ મળશે નહીં.

● આ યોજનામાં કુટુંબ દીઠ કોઈ એક વ્યક્તિને જ લાભ મળશે. કુટુંબની દરેક વ્યક્તિને લાભ મળવા પાત્ર નથી.

● છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગાર કે વ્યવસાયિક વિકાસ માટેની યોજના જેવી કે પીએમ સ્વનિધિ જેવી યોજનાઓનો લાભ લીધો ન હોવો જોઈએ.

● મુદ્રા અને સ્વનિધિ લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચુકવણી કરી દીધી હોય તેને લાભ મળશે.

આ યોજનામાં કેટલી સહાય મળશે?

PM વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના હેઠળ નોંધણી થઈ ગયા બાદ એક PM વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે.

જે તે લાભાર્થી ના કૌશલ્ય ચકાસણી કર્યા બાદ 15 હજાર રૂપિયાની ટુલકીટ (તમારા વ્યવસાયને લગતા સાધનો) આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત તાલીમ પણ આપવામાં આવશે અને તાલીમ દરમિયાન રૂ.500 નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

તાલીમ પૂર્ણ કર્યા બાદ લાભાર્થીને 1 લાખ રૂપિયાની કોઈપણ જામીનગીરી વિનાની લોન આપવામાં આવશે. જો લાભાર્થી 1 લાખની લોન સમયસર પરત કરી દે છે, તો વધારાની 2 લાખની લોન આપવામાં આવશે. આમ કુલ 3 લાખ સુધીની લોન જે-તે લાભાર્થીને મળવા પાત્ર રહેશે.

PM વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના (ટૂંકમાં)

યોજનાનું નામPM વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના
કોના દ્વારા શરુ કેન્દ્ર સરકાર
કોને કોને લાભ?કુલ 18 પ્રકારના વ્યવસાય
લાભ3 લાખ સુધી સહાય
બીજું શું છે?15 હજારની ટુલકીટ
યોજનાનું બીજું નામPM વિકાસ યોજના

1 thought on “નાના કારીગરો માટે નવી યોજના: વડાપ્રધાન મોદીએ આપી મોટી ભેટ”

Leave a Comment