Pradhan Mantri Garib Kalyan Yojana: નવેમ્બર મહિનામાં કેટલું અનાજ મળશે?

Pradhan Mantri Garib Kalyan Yojana, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના:

નવેમ્બર 2023માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્ય સરકાર 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખાનું વિતરણ કેવી રીતે કરશે તેની વિગતો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અધિનિયમ 2013 (NFSA) હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારોના 3.54 કરોડ લોકોને.

[eac_elementor_tmpl id="6300"]

નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર છે ત્યારે રાજ્યના 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશન આપવામાં આવશે. જોકે 2023ના નવેમ્બર મહિનાનો રેશનનો જથ્થો જાહેર કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનાનો જથ્થો કોને કેટલો કેટલો મળશે તેના વિશે આ પોસ્ટમાં જાણીશું.

Pradhan Mantri Garib Kalyan Anna Yojana

pradhan-mantri-garib-kalyan-yojana

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફત અથવા સબસિડીવાળું અનાજ આપવામાં આવે છે. જેમાં ગુજરાતના 72 લાખથી વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે. આ યોજનાનો હેતુ ગરીબ લોકોને રાહત દરે અનાજ મળી રહે તે માટેનો છે ત્યારે ઘણાં લાભાર્થીઓને આ યોજનાથી ખૂબ જ રાહત મળે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

નવેમ્બર 2023 મહિના માટે ઘઉં અને ચોખાના મફત વિતરણ વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

અનાજકેટેગરીમળવાપાત્ર કુલ જથ્થોભાવ
ઘઉંઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 15 કિ.ગ્રા.વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 20 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા.વિનામૂલ્યે

નોંધ: અગાઉ મિલેટ વર્ષના ભાગ રૂપે બાજરી અથવા જુવાર જેવા જાડા અનાજનું વિતરણ કરવામાં આવતું હતું તેને ઓકટોબર મહિનામાં વેચાણ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને આ બાજરી/જુવારની જગ્યાએ વધારાનો ઘઉંનો જથ્થો આપવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા રાહત દરે ચણા, મીઠું અને ખાંડનું વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ મુજબ કોને કેટલો જથ્થો મળવાપાત્ર છે તેના વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે એ પણ જાણી લઈએ.

આવશ્યક ચીજવસ્તુકેટેગરીમળવાપાત્ર કુલ જથ્થોભાવ પ્રતિ કિગ્રા
ચણાNFSA રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30
ડબલ ફોર્ટીફાઈડ મીઠુંતમામ NFSA કુટુંબો અને બીપીએલ કુટુંબોકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1
ખાંડઅંત્યોદય કુટુંબો (AAY)3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા. 3 થી વધુ વ્યક્તિ દીઠ ૦.350 કિગ્રા15
ખાંડબીપીએલ કુટુંબોવ્યક્તિ દીઠ ૦.350 કિગ્રા22

“વન નેશન, વન રેશનકાર્ડ” કાર્યક્રમ

આ કાર્યક્રમ અંતર્ગત દેશના તમામ રાજ્યમાં એક જ રેશનકાર્ડ હશે. આ રેશનકાર્ડ દેશના કોઈપણ રાજ્યમાં માન્ય ગણવામાં આવશે. પછી એ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર તમામ રાજ્યમાં રેશનકાર્ડ માન્ય રહેશે અને કોઈપણ રાજ્યમાંથી તમે NFSA અંતર્ગત અનાજનો જથ્થો મેળવી શકશો. આ કાર્યક્રમથી એવા લોકોને ફાયદો થશે જે પોતાના વતનથી દૂર રહેતા હોય અથવા વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતાં હોય. તો એવા લાભાર્થીઓને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર દ્વારા ‘વન નેશન વન રેશનકાર્ડ કાર્યક્રમ’ શરૂ કર્યો છે.

“માય રાશન” મોબાઇલ એપ્લિકેશન

દરેક લાભાર્થીને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ “માય રાશન” સ્માર્ટફોન એપ્લિકેશન ડાઉનલોડ કરે. તમે આ એપનો ઉપયોગ કરીને તમને મળતા અનાજના જથ્થાની માહિતી મળી જશે. આ ઉપરાંત કુલ અનાજનો જથ્થો, ડિલિવરી ખર્ચ, પ્રાપ્ત જથ્થા અને ઓનલાઇન રસીદની વિગતો પણ વિશે માહિતી મેળવી શકો છો. આ માટે તમારે “તમારા માટે ઉપલબ્ધ જથ્થા” પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરીને તમને મળતો જથ્થો જાણી શકશો.

માય રાશન એપ્લિકેશન સિવાય તમે ખાદ્ય વિભાગની ઓફિશિયલ વેબસાઈટમાં જઈને પણ પોતાના જથ્થા વિશેની માહિતી જાણી શકશે. આ માટે તમારે https://ipds.gujarat.gov.in પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે બોક્સ ખુલે તેમાં તમારો રેશનકાર્ડ નંબર અને captcha કોડ નાખીને view બટન પર ક્લિક કરશો એટલે તમને મળતો અનાજનો જથ્થો જોઈ શકશો.

Important Links

મળવાપાત્ર જથ્થો ચેક કરોઅહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment