પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં રજીસ્ટ્રેશન: કેન્દ્રનો મોટો નિર્ણય

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ નોંધણી માટેની ઝુંબેશ 22 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ અભિયાન 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર અને ત્યારબાદ 8 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવ્યું હતું.

[eac_elementor_tmpl id="6300"]

સમગ્ર જિલ્લામાં અભિયાન અંતર્ગત નવા 2002 લાભાર્થીઓ નોંધાયા છે. આ યોજના હેઠળ, સરકાર પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓને બે હપ્તામાં 5,000 રૂપિયાની સહાય પૂરી પાડે છે.

CMO ડૉ. સંજીવ માંગલિકે કહ્યું કે આશા અને આરોગ્ય કાર્યકરો પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) હેઠળ લાભાર્થીઓની નોંધણી માટે દરેક બ્લોકમાં કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 1.18 લાખથી વધુ સગર્ભા મહિલાઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે હવે સરકારે બીજું બાળક છોકરી હોય તો પણ યોજના હેઠળ લાભ આપવાની જોગવાઈ કરી છે. લાભાર્થીઓની નોંધણી મંત્ર અને ઇ કવચ એપ પર કરવામાં આવે છે. જો બીજું બાળક છોકરી હોય, તો 6,000 રૂપિયાની એકમ સહાય રકમ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે લાભાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન ઓનલાઈન પણ કરાવી શકે છે. આ માટે તેમણે કહ્યું – લાભાર્થીઓ યોજનાના પોર્ટલ http://pmmvy.wcd.gov.in/ પર સીધા જ નોંધણી કરાવી શકે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના (PMMVY) યોજના શું છે ?

કેન્દ્ર સરકારે 01 જાન્યુઆરી 2017 ના રોજ ગર્ભવતી મહિલાઓ માટે પ્રધાનમંત્રી સગર્ભાવસ્થા સહાય યોજના શરૂ કરી છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલા અને તેના બાળકને પોષણ મળી રહે અને સ્વસ્થ રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. હાલના સમયમાં ગરીબ પરિવાર કે આર્થિક રીતે નબળા પરિવારમાં મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પૂરતું ધ્યાન અપાતું નથી અને પૂરતો આરામ મળતો નથી. જેથી માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્યને અસર પહોંચે છે. આ ઉપરાંત જો ગર્ભાવસ્થા દરમિયાન સરખી કાળજી ન રખાય તો નવજાત શિશુના સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા રહે છે, બાળક કુપોષિત રહે છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી આવા ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર માટે પ્રધાનમંત્રી સગર્ભાવસ્થા સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજનામાં કેટલી સહાય મળે ?

આ યોજનાને પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પણ કહે છે. આ યોજનાનું સંચાલન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનામાં પ્રથમ બાળકના જન્મ માટે ગર્ભવતી મહિલાઓને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. જેમાં ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને 6000₹ ની સહાય આપવામાં આવે છે. જોકે 6000₹ એકસાથે આપવામાં નથી આવતા. આ પૈસાના 3 ભાગ પાડીને 3 હપ્તામાં ચુકવવામાં આવે છે. આ યોજનામાં પહેલાં માત્ર ઓફલાઇન અરજી જ સ્વીકારવામાં આવતી હતી. પરંતુ હવે સરકારે ઓનલાઈન અરજી પણ શરૂ કરી છે. તો આ યોજનામાં ઓનલાઈન અથવા ઓફલાઇન અરજી કેવી રીતે કરવી? આ યોજનામાં કોણ કોણ પાત્રતા ધરાવે છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે? હપ્તા કઈ રીતે આવશે? તમામ માહિતી આ પોસ્ટમાં તમને જણાવીશું.

આ યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? ઓફલાઈન રીતે ફોર્મ કેવી રીતે ભરવું? પાત્રતા શું છે? હપ્તાઓ કેવી રીતે મળશે? તમામ માહિતી જાણવા અહી ક્લિક કરો..

યોજનાનું નામપ્રધાનમંત્રી માતૃ વંદના યોજના
કોના દ્વારા શરુકેન્દ્ર સરકાર
વિભાગમહિલા અને બાળ વિભાગ
ક્યારે શરુ થઇ ?1 જાન્યુઆરી 2017
કેટલી સહાય મળશે ?6000 રૂપિયા
લાભ કોને મળશે ?ગર્ભવતી મહિલાઓને
Online અરજી માટે વેબસાઈટઅહિયાં ક્લિક કરો
ફોર્મ 1Aડાઉનલોડ કરો
ફોર્મ 1Bડાઉનલોડ કરો
ફોર્મ 1Cડાઉનલોડ કરો
હેલ્પલાઇન નંબર011-23382393

Leave a Comment