રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રેશનકાર્ડ (ration card) અંતર્ગત મફતનું રેશન આપવામાં આવે છે. જેમાં NFSA, અંત્યોદય અને બી.પી.એલ એમ અલગ-અલગ કેટેગરી મુજબ રેશનકાર્ડ ધારકોને અલગ અલગ સુવિધા (અલગ અલગ રેશનકાર્ડ જથ્થો) આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત દરે અનાજ મળી રહે તે માટે આ યોજના શરૂ કરી છે. આ યોજનામાં રેશનકાર્ડ ધારકોને તેમની કેટેગરી (NFSA, અંત્યોદય અને BPL) મુજબ અલગ અલગ રેશનનો જથ્થો આપવામાં આવે છે અને આ કેટેગરી માટે અલગ અલગ પાત્રતા રાખવામાં આવી છે.
NFSA યોજનામાં મોટા ફેરફાર
આગામી એક-બે મહિનામાં નેશનલ ફૂડ સિક્યુરિટી (NFSA) યોજનામાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત રેશનકાર્ડ ધારકોને રાહત દરે રાશનનો જથ્થો આપવામાં આવે છે. હાલ આ યોજનામાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ યોજનામાં ફેરફારો કરવા માટેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં મંજૂર થઈ જશે.
શું શું ફેરફારો થશે ?
● આ યોજનામાં હાલ આવક મર્યાદા સવા લાખથી 1 લાખ સુધીની છે તેને વધારવામાં આવશે. આ આવક મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા સુધીની કરવામાં આવશે.
Table of Contents
Toggle● ફોરવીલ વાહન હોય તેવા કિસ્સામાં ટેક્સી ડ્રાઇવરો, ટ્રક ડ્રાઇવરોને જુદા પાડી તેમને પણ NFSA યોજનાનો લાભ મળશે અને રાહત દરે રેશન આપવામાં આવશે.
● આ ઉપરાંત રેશનકાર્ડ ધારકોને દૂધ,ચા,ગેસ અને તેલનું દર મહિને રાહત દરે વિતરણ કરવામાં આવી શકે છે.
મિલેટ વર્ષ:- બાજરાનું વિતરણ
કેન્દ્ર સરકાર દ્વારા 2023 ના વર્ષને મિલેટ વર્ષ એટલે કે જાડું ધાન્યના વર્ષ તરીકે જાહેર કર્યું છે. જેથી દેશમાં જાડા ધાન્ય (બાજરી, રાગી, જુવાર) તમામને મહત્વ આપવામાં આવે છે અને આ સંકલ્પને ધ્યાને રાખી હવે રાશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા સાથે સાથે કોઈપણ જાડું ધાન્ય પણ આપવામાં આવશે. જોકે હાલ ઓગસ્ટ મહિનાથી રેશનકાર્ડ ધારકોને બાજરાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 5 કિલો ઘઉંનો જથ્થો ઘટાડવામાં આવ્યો છે અને એના બદલે 5 કિલો બાજરો આપવામાં આવ્યો છે.
જન્માષ્ટમી નિમિત્તે તેલ અને ખાંડ (રેશનકાર્ડ જથ્થો)
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે ખાદ્યતેલ અને વધારે રેશનકાર્ડ જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે. જેથી આ વખતે પણ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રેશનકાર્ડ ધારકોને એક લીટર સિંગતેલના પાઉચનું વિતરણ કરવામાં આવશે. આ સાથે સાથે BPL ધારકો, અંત્યોદય ધારકોને દર મહિને અપાતી ખાંડના જથ્થામાં પણ વધારો કરવામાં આવશે. જોકે એક લીટર સીંગતેલના પાઉચની કિંમત 100 રૂપિયા રાખવામાં આવશે.
હવે સાધુ સંતોને પણ રેશનકાર્ડ આપવામાં આવશે
સાધુ-સંતો પાસે રેશનકાર્ડ ન હોવાથી સરકારી સુવિધાનો લાભ લઈ શકતા નહોતા ત્યારે હવે શહેરમાં વસતા સાધુ સંતોને પણ રેશનકાર્ડ આપવામાં આવશે. આ માટે જરૂરી આધાર પુરાવા આપી સાધુ-સંતો અરજી કરી શકશે અને રેશનકાર્ડ મળી ગયા પછી સાધુ સંતો આયુષ્માન કાર્ડ માટે પણ અરજી કરી શકશે. કારણકે આયુષ્માન કાર્ડ માટે રેશનકાર્ડ (ration card gujarat) હોવું જરૂરી છે, જેથી સાધુ-સંતો પણ આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત સારવારનો લાભ લઈ શકશે.
રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવું ફરજિયાત
દરેક રેશનકાર્ડ ધારકોએ રેશનકાર્ડની સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમ મુજબ રેશનકાર્ડમાં જેટલા સભ્યો હોય તે દરેક સભ્યોના આધાર કાર્ડને રાશનકાર્ડ સાથે ફરજિયાત લિંક કરવા પડશે. જે સભ્યોનું આધાર કાર્ડ લિંક નહીં કરો તો તે સભ્યનું નામ રેશનકાર્ડ માંથી કાઢી નાખવામાં આવશે. સરકાર દ્વારા આ નિયમ બહાર પાડ્યો છે કારણ કે અમુક લોકો રેશનકાર્ડમાં ખોટા વધારાના નામો રાખી વધુ જથ્થો પ્રાપ્ત કરે છે. જેથી આવા ફ્રોડ લોકોના નામ રાશનકાર્ડમાંથી કાઢવા આ કવાયત હાથ ધરી છે. હજી તમે રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો છેલ્લી તારીખ સુધીમાં લિંક કરાવી લેજો.
અગાઉ રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન રાખવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તારીખ લંબાવી દીધી છે. હવે રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.