સનેડો સહાય યોજના 2023 | સનેડો મીની ટેકટર | sanedo tractor Gujarat

સનેડો મીની ટ્રેક્ટર

રાજ્ય સરકાર ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી એવા સનેડાની સહાયની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે. ખેડૂતોને એકવાર સહાય મળ્યા પછી આગામી 7 વર્ષ સુધી સહાય મળશે નહીં. ખેડૂતો સહાય દ્વારા ખરીદેલા સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં અને માત્ર ખેતી કામમાં જ તેનો ઉપયોગ કરવાનો રહેશે.

[eac_elementor_tmpl id="6300"]

તો હવે આ યોજનાની જોગવાઈ શું છે? કોણ કોણ ફોર્મ ભરી શકશે? અરજી કેવી રીતે કરવી? તમામ માહિતી નીચે આપેલી છે.

સનેડો સહાય યોજના 2023

ગુજરાતમાં ખેડૂતો ખેતી કામમાં સનેડાનો વધારે ઉપયોગ કરવા લાગ્યાં છે. નાના અને સીમાંત ખેડૂતો ટ્રેક્ટરની જગ્યાએ સનેડાનો ઉપયોગ કરતાં થયાં છે. સનેડો બનાવવની શરૂઆત અમરેલીના ચિતલ ગામેથી થઈ ગઈ ત્યારબાદ આખા ગુજરાત અને દેશમાં તેની ઓળખ થઈ. જોકે સનેડાની કિંમત નાના ખેડૂતો માટે પરવડે તેવી હોવાથી ગુજરાત સરકારે આવા તમામ ખેડૂતો માટે સનેડો ખરીદવા સહાય ની જાહેરાત કરી છે. આ યોજનામાં સનેડો ખરીદવા ઉપર ખેડૂતોને સનેડાની કુલ કિંમતના 25% સહાય મળશે. (પરંતુ વધુમાં વધુ 25,000 રૂપિયાની સહાય મળશે.)

પાત્રતા અને નિયમો:

 • રાજ્યના તમામ જીલ્લાઓના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે.
 • – ખેડૂતોને આ યોજનાનો લાભ 7 વર્ષમાં એક જ વાર મળશે.
 • – જે ખેડૂતે અરજી કરવાની હોય તેના બેંક ખાતામાં પત્ની કે અન્ય કોઈ સાથે સંયુક્ત ખાતું હોય તો તેવા ખેડૂતે બીજા ખાતાધારક (પત્ની કે અન્ય કોઈ) ની મંજૂરી લેતો સંમતિ પત્રક આપવું પડશે.
 • – સનેડો ખરીદવા જે સહાય મળે તે તારીખથી 2 વર્ષ સુધી તમે સનેડો વહેંચી શકશો નહીં. ( જો 2 વર્ષ પહેલાં સનેડો વહેંચી દેશો તો સહાયના પૈસા રાજ્ય સરકારને પરત કરવાની રહેશે.)
 • – આ સનેડાનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
 • – સનેડામાં ફેરફાર કરીને પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં કે તનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરવા માટે કરી શકાશે નહીં.

અરજી કેવી રીતે કરવી કરવી ?

 • ખેડૂતોએ સનેડો સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.
 • આ અરજી વહેલાં તે પહેલાના ધોરણે કરવામાં આવશે. તેથી જો નક્કી કરેલી મર્યાદા પુરી થઈ જશે તો ખેડૂતો અરજી કરી શકશે નહીં.
 • અરજદારે કરેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

અરજી કર્યા પછી શું કરવું ?

 • અરજી કરતી વખતે ખેડૂતોને i-ખેડૂત પોર્ટલ ઉપર સરકાર માન્ય સનેડો માટેના વેપારી/વેન્ડરો/દુકાન ની માહિતી પણ આપવામાં આવશે.
 • તમામ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર દર્શાવવામાં આવેલા સરકાર માન્ય દુકાનદાર/વેપારી/વેન્ડરો પાસેથી જ સનેડો ખરીદવાનો રહેશે. (નહીંતો સહાય મળશે નહીં)
 • સનેડો ખરીદ્યા પછી દુકાનદાર/વેપારી/વેન્ડરો પાસેથી ઓરીજનલ બિલ અવશ્ય લેવું. આ સાથે સનેડોમાં લગાવેલા એન્જિનના બિલની નકલ પણ લેવાની રહેશે.
 • ખેડૂતોએ આ તમામ પુરાવા:- સનેડો ખરીદીનું ઓરીજીનલ બિલ, સનેડોમાં લગાવેલ એન્જીનની ખરીદીના બીલની નકલ, પોર્ટલ પર કરેલ અરજી, જાતિ પ્રમાણપત્ર, જમીનના આધાર સહ સહાય દરખાસ્ત 60 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને ચકાસણી માટે મોકલવાના રહેશે.

sanedo યોજના ટૂંકમાં (table માહિતી)

યોજનાનું નામસનેડો સહાય યોજના
કોના દ્વારા શરુ ગુજરાત સરકાર
કોને કોને લાભ?ગુજરાતના ખેડૂતોને
કેટલી સહાય?કુલ કિંમતના 25% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે
ખાસ નોંધ7 વર્ષમાં એક જ વાર મળશે
ખાસ શરતમાત્ર ખેતી કામમાં j ઉપયોગ કરવો
અરજી કરવાની તારીખ29/12/2023
અરજીની છેલ્લી તારીખ28/01/2024
અરજીવહેલા તે પહેલાના ધોરણે કરાશે
માન્ય વેબસાઈટikhedut.gujarat.gov.in

અરજી કરવાની તારીખ:

 • રાજ્ય સરકાર દ્વારા 26/07/2023 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચોક્કસ તારીખ જણાવી નહોતી ત્યારે હવે ખેડૂતોની રાહ પૂરી થઇ ગઈ છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર 29/12/2023 શુક્રવારે સવારે 10:30 વાગ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • નોંધ: સનેડો ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય વહેલા તે પહેલાના ધોરણે હોવાથી ખેડૂતોએ જેમ બને તેમ વહેલા અરજી કરવાની રહેશે.
 • આશા રાખું છું કે તમને સનેડો સહાય યોજના વિષે તમામ માહિતી સમજાઈ ગઈ હશે. તો મિત્રો આવી જ રીતે અમે khedut duniya ની વેબસાઈટમાં યોજનાની પોસ્ટ કરતા રહેશું. તમને તમામ યોજના, બજાર ભાવ, ખેડૂત સમાચારની માહિતી આપીશું. તો મિત્રો અમારી khedut duniyaની વેબસાઈટને વિઝીટ કરતા રહેજો.
  • જો મિત્રો તમને સનેડો સહાય યોજના વિષે બીજું કઈ પણ પૂછવું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો.

Leave a Comment