Tar Fencing Yojana 2023 | તાર ફેન્સીંગ યોજનામાં શું ફેરફાર થયો?

ખેડૂતો મહામહેનતે વાવણી કરે છે, મજૂરો પણ મોંઘવારીમાં મજૂરી વધુ લે છે. છેવટે ખેડૂતો કુદરતી તોફાનોનો સામનો પણ કરે છે. આ બધી સમસ્યાને પાર કરીને જ્યારે ખેડૂતોનો પાક ઉભો થઈ જાય છે ત્યારે રોઝ, ભૂંડ અને નીલગાય જેવા જંગલી પ્રાણીઓ ખેડૂતોના પાકને નષ્ટ કરી નાખે છે. આમ ખેડૂતોએ પરસેવો પાડીને કરેલી મહેનત ઉપર પાણી ફરી જાય છે.

[eac_elementor_tmpl id="6300"]

જોકે ખેડૂતો પોતાના પાકને જંગલી ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓથી બચાવવા માટે ખેતરના શેઢાની ફરતે ઝટકા તાર (zatka machine) અથવા કાંટાળા તારની વાડ (tar fencing) કરતા હોય છે. પરંતુ દરેક ખેડૂત મિત્રોને આ ખર્ચો પોસાય તેમ નથી. જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા માટે 2005માં ‘તાર ફેન્સીંગ સહાય’ (tar fencing yojana 2023)યોજના શરૂ કરી હતી પરંતુ હવે આ તાર ફેન્સીંગ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

તાર ફેન્સીંગ યોજનામાં શું ફેરફાર થયો?

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકને રોઝ, ભૂંડ અને નીલગાયથી બચાવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ (tar fencing) કરવાની યોજના ઉપલબ્ધ છે. પરંતુ નાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો ન હતો. જેથી રાજ્ય સરકારે આ યોજનામાં અમુક નવી જોગવાઈઓ કરી છે.

ખેતરની ફરતે તાર ફેન્સીંગ (tar fencing) કરવાની યોજના અંતર્ગત અગાઉ ઓછામાં ઓછી 5 હેક્ટરની જમીન હોય તો જ આ યોજનાનો લાભ મળતો હતો. (જો કોઈ ખેડૂત પાસે 5 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો બે-ત્રણ ખેડૂત મળીને આ યોજનાનો લાભ લઈ શકે છે.) પરંતુ હવે રાજ્ય સરકારે નવી જોગવાઈ કરી છે. જે મુજબ આ વિસ્તારની મર્યાદા 5 હેકટરથી ઘટાડીને 2 હેક્ટર નક્કી કરવામાં આવી છે. જેથી હવે નાના ખેડૂતો પણ તાર ફેન્સીંગ યોજના (tar fencing yojana 2023)માં સહાય મેળવી શકશે.

tar fencing yojana 2023 ટેબલ માહિતી

tar-fencing-yojana

યોજનાનું નામtar fencing yojana 2023
કોના દ્વારા શરુ ગુજરાત સરકાર
કોને કોને લાભ?ગુજરાતના ખેડૂતોને
કેટલી સહાય?કુલ ખર્ચના ૫૦% અથવા મીટર દીઠ મહત્તમ ૨૦૦ રૂપિયા
શું ફેરફાર થયો?મહત્તમ 5 હેક્ટરની મર્યાદા ઘટાડીને ૨ હેક્ટર કરાઈ
માન્ય વેબસાઈટikhedut.gujarat.gov.in

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં વધુને વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે આ યોજનામાં ફેરફાર કર્યો છે. જે મુજબ અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ 5 હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સીંગ માટે સહાય આપવામાં આવતી હતી, તેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ 2 હેક્ટર નક્કી કરવામાં આવી છે.

તાર ફેન્સીંગ યોજનામાં શું જોગવાઈ છે?

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તાર ફેન્સીંગ યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને રાજ્યના લગભગ 27, 700 હેક્ટર વિસ્તાર માટે લાભ આપવામાં આવશે.

તાર ફેન્સીંગ યોજનામાં કેટલી સહાય મળશે?

તાર ફેન્સીંગ યોજના અંતર્ગત ખેડૂતોને તાર ફેન્સીંગ કરવાનો જે કુલ ખર્ચ થાય એના 50% સહાય અને એક મીટર દીઠ વધુમાં વધુ ₹200 ની સહાય મળવાપાત્ર રહેશે. આ માટે આગામી સમયમાં આઇ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવશે.

Tar Fencing Yojana 2023 Online અરજી

● આ યોજના હેઠળ નાના ખેડૂતો કે જે 2 હેક્ટર કરતા પણ ઓછી જમીન ધરાવે છે, તો તેવા ખેડૂતો પડોશના બીજા ખેડૂતો સાથે મળીને ક્લસ્ટર બનાવી શકે છે. જે નવા નિયમ મુજબ ઓછામાં ઓછું 2 હેક્ટર જમીન ધરાવતું હોવું જોઈએ. (પહેલા 5 હેક્ટરની મર્યાદા હતી.)

● ખેડૂતો i-khedut પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે ગ્રામ સેવક કે કોમ્પ્યુટર ઓપરેટરોને સંપર્ક કરવાનો રહેશે અથવા તમે જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

● દરેક જિલ્લામાં અરજીઓનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવશે. જો કોઈ જિલ્લામાં લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ આવે તો તે જિલ્લામાં લોટરી સિસ્ટમ દ્વારા અરજી સ્વીકારશે.

● જો લોટરી સિસ્ટમમાં લાભાર્થીની અરજી સિલેક્ટ ન થાય તો તો જ્યારે ફરીવાર યોજના આવે ત્યારે અરજી માન્ય ગણાશે એટલે બીજી વાર લાભાર્થીઓએ અરજી કરવાની જરૂર નથી.

● અરજી મંજૂર કર્યા પહેલા લાભાર્થીના ખેતરમાં ચકાસણી કરવામાં આવશે કે લાભાર્થીએ તાર ફેન્સીંગ કર્યું છે કે નહીં આ માટે તૃતીય પક્ષ દ્વારા નિરીક્ષણ કરી ખાતરી કરવામાં આવશે.

● તાર ફેન્સિંગ યોજનામાં દર્શાવેલી ગુણવત્તા અને ડિઝાઇન મુજબ તાર ફેન્સીંગ કરેલું હોવું જોઈએ. જો જરૂરી ધોરણોને આધારે કાર્ય પૂર્ણ ન થયું હોય અથવા હલકી ગુણવત્તા વાપરી હોય તો સ્વીકારેલી અરજી રદ કરવામાં આવશે.

● કાંટાળા તારની વાડ યોજના અંતર્ગત જે લાભો મળે તે માત્ર એક જ વાર મળવા પાત્ર રહેશે. અગાઉ જે ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળ્યો છે તે ફરીથી બીજી વાર લાયક ગણાશે નહીં.

khedut Duniya યુટ્યુબ ચેનલ

દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે ખેડૂત દુનિયાની youtube ચેનલ પણ છે. જેમાં ખેડૂતોને ઉપયોગી અને કાયમી તમામ માહિતી આપીએ છીએ. આપણી સાથે 90 હજાર ખેડૂત મિત્રો જોડાઈ ગયા છે. સરકાર કોઈ પણ યોજના બહાર પાડે અથવા તો જાહેરાત કરે તો આપણી ખેડૂત દુનિયા ચેનલના ખેડૂતોને સૌથી પહેલાં અને સમજાય એ ભાષામાં સરળ રીતે માહિતી મળી જાય છે. તો તમે પણ અમારી khedut duniya યૂટ્યૂબ ચેનલમાં જોડાઈ શકો છો. અહી ક્લિક કરો.

  • તો ખેડૂતમિત્રો આશા રાખું છું કે તમને આ વેબસાઈટમાં રોજે રોજ તાજા બજાર ભાવ મળી જતા હશે તો મિત્રો આવી જ રીતે અમે khedut duniya ની વેબસાઈટમાં બજાર ભાવની માહિતી આપતા રહેશું.  આ સાથે તમને તમામ યોજના, હવામાન સંચાર, ખેડૂત સમાચારની માહિતી આપીશું. તો મિત્રો અમારી khedut duniyaની વેબસાઈટને વિઝીટ કરતા રહેજો.

    • જો મિત્રો તમારા ગામ કે શહેર લાગુ માર્કેટ યાર્ડના ભાવ આ વેબસાઈટમાં ન હોય તો મહેરબાની કરીને અમને કોમેન્ટ બોક્સમાં તમારા શહેરના માર્કેટયાર્ડનું નામ જણાવી દેજો. જેથી અમે ટૂંક સમયમાં તમારા શહેર લાગુ માર્કેટયાર્ડના ભાવ પણ અપડેટ કરી દેશું.

Leave a Comment