બોર અને કૂવા છલકાઈ જાય તેવી મોટી આગાહી કરી: varsad agahi

ખેડૂતોના લોકપ્રિય અને હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ રહેશે તેને લઈને આગાહી કરી છે. તેમણે બોર અને કુવા છલકાઈ જાય તેવી આગાહી પણ કરી હતી. રાજ્યમાં અલનીનોની કેવી અસર રહી તેના વિશે પણ જણાવ્યું છે. હવે નવી સિસ્ટમ ક્યારે બનશે? અને ફરીવાર વરસાદના મંડાણ ક્યારે થશે? તેને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તેના વિશે આપણે જાણીશું.

[eac_elementor_tmpl id="6300"]

ઓગસ્ટ મહિને ૧૨૩ વર્ષનો રેકોર્ડ તોડ્યો

જુલાઈ મહિનામાં સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ રહ્યો હતો. ઘણી જગ્યાએ જરૂર કરતાં વધારે વરસાદ પણ પડ્યો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં તેનાથી વિપરીત વરસાદનો એક છાંટો પણ જોવા મળ્યો નથી.

પરેશ ગોસ્વામી એ કહ્યું કે આ વખતનો ઓગસ્ટ મહિનો સૌથી વધુ નબળો રહ્યો છે. છેલ્લા 123 વર્ષમાં આવો ઓગસ્ટ મહિનો જોવા મળ્યો નથી. વર્ષ 2023 ના ઓગસ્ટ મહિનાએ 123 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

ઓગસ્ટ મહિનામાં અલનીનોની અસર

હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષે અલનીનોને કારણે ઓગસ્ટ મહિનામાં આ સ્થિતિ જોવા મળી છે. આ વર્ષે ચિત્ર બદલાયું હોય તેવી વાતનો ખુલાસો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગે કર્યો છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદની અછત વર્તાતી હતી. પરંતુ છેલ્લા 30 વર્ષના વરસાદના આંકડાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે કચ્છમાં 140% કરતાં વધુ વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઇ હતી. ત્યારે હવે ઓગસ્ટ મહિનો કોરોધાક રહેવાનું કારણ પણ અલનીનો જ હોય તેવું નિષ્ણાતોનું માનવું છે.

ગુજરાતમાં વરસાદની આગાહી: પરેશ ગોસ્વામી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે હાલ IOD (ઇન્ડિયન ઓસન ડાઇપોલ) 70% જેટલો પોઝિટિવ ફેસમાં આવ્યો છે અને આગામી સમયમાં IOD વધુ પોઝિટિવ બની મજબૂત બનશે. જેથી બંગાળની ખાડીમાં ટૂંક સમયમાં કરંટ જોવા મળશે. બંગાળની ખાડીમાં એક નાની સિસ્ટમ ઊભી થવાની છે અને આ સિસ્ટમને લીધે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે.

કુવા અને બોર છલકાઈ જાય તેવી આગાહી કરી

varsad-agahi

તેમણે જણાવ્યું કે, આગામી 5થી 10 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે અને 16 થી 22 સપ્ટેમ્બરમાં તો કુવા અને બોર છલકાઈ જશે તેવી શક્યતા પણ દર્શાવી છે. હાલ રાજ્યમાં મંડાણીયા વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ વરસાદ બંગાળની ખાડીના લો પ્રેસરને કારણે નથી, પરંતુ ગરમી અને હવામાનની અસ્થિરતાને કારણે જોવા મળે છે. ત્યારે હવે બંગાળની ખાડીનું લો પ્રેસર નજીક આવી રહ્યું છે, જેને કારણે આગામી 5થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જાય તેવી શક્યતા દર્શાવી છે.

આ વર્ષે વિચિત્ર પેરામીટર જોવા મળ્યા

પરેશ ગોસ્વામીએ બીજી વાત પણ કહી છે કે, અલનીનોની અસર હજી સંપૂર્ણપણે ખતમ થઈ નથી. હજુ પણ અલનીનો સ્થાપિત થયેલ છે. પણ તેમ છતાં IOD વધુ પોઝિટિવ થતો જાય છે. આ એક વિચિત્ર પ્રકારના સંકેતો જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષની સરખામણીએ આ વર્ષ વૈજ્ઞાનિક ઢબે પેરામીટરો કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. ઘણા વર્ષ બાદ પહેલી વખત આવા પેરામીટર જોવા મળ્યા છે, તેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.

Leave a Comment